આજે સરદાર જયંતી : સોમનાથના ઇતિહાસમાં સરદાર પટેલનું અમૂલ્ય યોગદાન

31-10-2024

Top News

સરદારે સાગર જળને હથેળીમાં લઈને મંદિર નિર્માણની કરી હતી દ્રઢ પ્રતિજ્ઞા

સોમનાથ મંદીર નિર્માણના ઈતિહાસમાં સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.જો સરદારે સોમનાથ મદિરના પુનરોદ્વારનું બીડું ન ઝડપ્યું હોત તો કદાચ આ મંદિરની આજે જે ભવ્યતા છે એ ન પણ હોત.સરદાર પટેલે સોમનાથ મંદિરની ૧૩ નવેમ્બર ૧૯૪૭ના દિવસે નૂતન વર્ષ પર્વે મુલાકાત લીધી હતી ત્યારે મંદિરની અવદશા જોઈને ભારે દ્રવિત અને વિચલિત થઈ ગયા હતા અને અહી નૂતન મંદિરનાં નિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી. એ વખતે તેમના પ્રધાનમંડળના સાથી કાકાસાહેબ કાલેલકર, ગાડગીલ નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહજી સાથે રહ્યા હતા. સરદાર પટેલના સમયગાળામાં જૂનાગઢ નવાબે ગાદી છોડીને પાકિસ્તાન ભાગવું પડયું હતુ, જો નવાબની મહેચ્છા મુજબ જૂનાગઢ રાજ્ય પાકિસ્તાનનો ભાગ બની ગયું હોત તો આજે સોમનાથ મહાદેવની યાત્રાએ જવા માટે પાક.સરકારનો વીઝા લેવો પડે એવી હાલત હોત.જો સરદાર પટેલે મદિરના નવનિર્માણનો સંકલ્પ કર્યો ન હોત તો આજે મંદિરની કદાચ આટલી ભવ્યતા ન હોત..!

કિસાનપરા ચોક નજીકનાં સ્મારક ભવનમાં આજે પુષ્પાંજલી અર્પણ થશે

સરદાર પટેલ સોમનાથ ગયેલા ત્યારે વિક્રમ સંવત ૨૦૦૪ની સાલનું બેસતું વર્ષ હતું. એમણે સોમનાથ મંદિરનો અગાઉનો ઈતિહાસ ખુબજ જાણેલો હતો. પ્રભાસક્ષેત્રનું મહત્વ ખુબજ સમજ્યાહતા. અહી સોલંકી રાજાઓએ અને અન્ય તેમજ સોમનાથ મંદિર પર ચડાઈ વખતે હમીરજી ગોહિલ સહિતના જેવણે જેણે બલિદાન આવેલા એ વાતથી ખુબજવારીકા હતા. સોમનાથ મહિમા ગાન હેમચંદ્રાચાર્યજી, એ ઉપરાંત ભગવદગોમંડળ, પાટણની પ્રભુતા, જય ! સોમનાથ જેવી નવલકથાઓમાં આલેખાયા છે એવા સોમનાથ મહાદેવ શિવાલયની હાલત અતિદયનીય જોઈને સરદાર પટેલ સીધા દરિયાકિનારે પહોંચ્યા હતા. દરિયાનાં જળને હાથમાં લઈ સોમનાથ મંદિરના નવનિર્માણની દ્રઢ પ્રતિજ્ઞા લીધી હતી. એ પછી રાજવીઓ અને જનતાએ દાન પ્રવાહ વહાવી નૂતન મંદિર બનાવી સોમનાથના ઈતિહાસને ફરી બેઠો કર્યો છે. આ સ્થળની મુલાકાત ક.મા.મુનશીએ લીધી ત્યારે સભા મંડપમાં તુટલી ફરસો, ખંડિત સ્તંભો અને વેરવિખેર પથ્થરો જોઈને ઉલ્લેખ કર્યો છે કે આવી સ્થિતિ જોઈને મેશરમ અનુભવી હતી. સભામંડપ એક સમયે વેદગાન અને શૌર્યથી પ્રકિર્તિત થતો હતો. ત્યાં મારા અપરિચિત પગલાઓનો અવાજ સાંભળી ગરોળીઓ પોતાના દરમાંથી બહાર ઠોકાઈને પાછી જતી હતી. કોઈક અધિકારીએ ત્યાં બાંધેલો થોડો મારા આગમનને સાંભળી માથું ધુણાવતો હણહણી ઉઠયો અને મે શરમ અનુભવી હતી. એ દિવસ નૂતન વર્ષનો દિવસ હતો, એ પછી સોમનાથ મંદિરનો થયો કાયાકલ્પ 

સરદાર પટેલનું રાજકોટમાં સ્મારક જ્યાં ઐતિહાસિક તસવીરોનું પ્રદર્શન

રાજકોટ, સ્વતંત્રતાની લડતમાં જ નહી પરંતુ ભારત દેશની અખંડિતતા અને એકતા માટે સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન સ્તુત્ય રહ્યું છે. ગુજરાત રાજયનાં પનોતા પુત્ર સરદાર પટેલનાં સાથીદાર અને સૌરાષ્ટ્ર રાજયનાં પ્રથમ મુખ્યમંત્રી એવા શ્રી ઢેબરભાઈનાં વડપણ હેઠળ સરદાર પટેલનાં સ્મારક માટે જે સમિતિની રચના કરવામાં આવી હતી તે સમિતિએ રાજયમાં ચાર સ્થળેસરદાર પટેલ સ્મારક ઉભા કરવાનું નક્કી કર્યું હતું. જેના ફળ સ્વરુપે વર્ષ ૧૯૭૩ માં રાજકોટમાં રેસકોર્સમાં વિશાળ ત્રણ હજાર ચો.વાર જમીનમાં ઉપર સરદાર પટેલ સમારક ભવન ઉભુ કરવાનું નક્કી થયું દાતાઓનાં સહયોગથી સ્મારક ભવનનું નિર્માણથયા બાદ તા. ૨૦ ઓડેટોબર ૧૯૭૬ માં તત્કાલીન રાષ્ટ્રપતિ બી.ડજી, જતીના હસ્તે કરવામાં આવ્યું. આધુનિક ભારતનાં ઘડવૈયા સરદાર પટેલનાં જીવન આધારીત અનેક પ્રસંગોની દુર્લભ તસવીરોનું અહીં પ્રદર્શન | ગોઠવવામાં આવ્યું છે. જે રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોની મુલાકાત દરમિયાન ઐતહાસિક પ્રસંગોની ઝાંખી કરાવે છે. તેમના કૌટુંબિક પરિવારની સાથે દેશી રાજયોનાં એકી કરણનો ઈતિહાસ અહીં તસવીરો સ્વરુપે સચવાયો છે. રાજકોટમાં કિશાનપરા ચોક નજીક આવેલા સરદાર પટેલ સ્મારક ભવનમાં તા.૩૧નાં સરદાર પટેલ જન્મ જયંતિ! નિમિતે પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates