પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું થયું આગમન
22 દિવસ પહેલા
શિયાળાની શરૂઆતમાં જ ઉનાળુ ફળની આવક, ૧૮૫૧ રૂા. કિલો લેખે ૮૫૦૦ રૂપિયામાં બોકસ વેચાયું હતું.
પોરબંદરમાં શિયાળાના આરંભે કેસર કેરીની આવક થઈ . બીલેશ્વર ગામેથી આવેલ કેરીના દસ કિલોના એક બોક્સનું વેચાણ થતા કિલોના રૂા. ૮૫૧નો ભાવ બોલાયો હતો.
યાર્ડમાં ૧૦ કિલોના કેરીનાં બોક્સની હરાજી થતાં કિલોનો રૂા.૮૫૧નો ભાવ બોલાયો
પોરબંદરમાં ગત વર્ષની જેમ આ । વર્ષે પણ શીયાળાની શરૂઆત થતા કેરીનું આગમન થઈ ચૂકયુ છે, જેમાં પોરબંદર નજીકના બીલેશ્વર ગામેથી પોરબંદરના માર્કેટીંગ યાર્ડ ખાતે કેસર કેરીના ૧૦ કિલોના ભોક્સની હરરાજી થઈ હતી. ૮૫૧ રૂા. કિલો લેખે ૮૫૦૦ રૂપિયામાં આ બોક્સનું વેચાણ કરવામાં આવ્યુ હતું. છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદરમાં કેરીનું આગમન ખૂબજ વહેલું થઇ જાય છે ત્યારે આ વર્ષે પણ હજુ શિયાળાની શરૂઆત થઈ રહી છે.
ત્યાંજ માર્કેટીંગ પાડેમાં કેરીનું વેચાણ પોરબંદર નજીકના બીલેશ્વર ગામે પાંચ 1 થયુ હતુ. ૫ જેટલા આંભામાં કેરીઓ પાકવા માંડી છે. તે અંગે ખેડૂત નિલેશભાઈએ એવું જણાવ્યું तु મ છે કે આ વર્ષે વાતાવરણ અનુકુળ છે અને વરસાદ પણ ખુબજ વધુ માત્રામાં થયો છે તેથી સપ્ટેમ્બર મહિનામાં જ ફાલ આવી ગયા હતા અને હાલમાં કેસર કેરી પાકી જતા પ્રથમ બોકસની હરાજી પોરબંદરના માર્કેટીંગ યાર્ડ ખાતે થઈ હતી અને હરાજીમાં ૮૫૧ રૂપિયે કિલો લેખે ૮,૫૦૦ રૂ કેસર કેરીના બોકસના ઉપજ્યા હતા.
ગત વર્ષે શિયાળા દરમ્યાન કેરીની હરાજી શરૂ થઈ હતી, આ વખતે હજુ શિયાળો શરૂ થયો છે ત્યાં જ ફળોના રાજા આ કેરીનું આગમન થઇ ચૂકયુ છે અને આજે દસ કિલો કેસર કેરીની આવક થઇહતી. ત્યાં કેરીનું બોકસ લાવવામાં આવતા ગુલાબની પાંદડીઓ વડે સ્વાગત કરીને આવકાર અપાયો હતો.