ટેકાથી થોડા ઓછા ભાવ હોવા છતાં યાર્ડમાં ધસારો, 90 હજાર મણ સોયાબીન ઠલવાયા
16-11-2024
તેલીબીયાની ધૂમ આવકના પગલે ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો
સરકારે એમ.એસ.પી. અર્થાત્ ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરી છે પરંતુ, ખેડૂતોને ને સાચો ટેકો માર્કેટ યાર્ડોથી મળી રહ્યાનો અહેસાસ હોય તેમ સરકારને જણસી વેચવાની રાહ જોવાનું છોડીને પાર્ડમાં વિવિધ કૃષિપાકોના ઢગલા થવા લાગ્યા છે અને સાથે વેચાણ પણ પૂરજોશમાં થઈ રહ્યું છે. આજે રાજકોટ બેડી યાર્ડમાં ૯૦ હજાર મણ એટલે કે ૧૮ લાખ કિલો સોયાબીનના ઢગલા થયા હતા.
અગાઉ સીઝનની સર્વાધિક ૧.૬૫ લાખ મગફળી ઠલવાઈ હતી, મગફળીના ટેકાના ૧૩૫૭ સામે યાર્ડમાં ૧૨૪૦, સોયાબીનના ૯૭૮ સામે ૯૦૦ના ભાવ
બે દિવસ પહેલા યાર્ડમાં સીઝનની સર્વાધિક ૧.૯૫ લાખ મણ મગફળી ઠલવાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મગફળી અને સોયાબીનનો વિક્રમી પાક થયો છે. સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મગફળીના પ્રતિ મણ રૂ।.૧૩૫૬.૬૦ અને સોયાબીનના રૂ।.૯૭૮ છે. આ સામે પાર્ડમાં હાલ મેગફળીના રૂા.૯૫૧થી ૧૨૪૦ અને સોયાબીનના રૂ।.૭૮૫થી ૯૦૦ પ્રતિ મણના ભાવે સોદા થઈ રહ્યા છે. પરંતુ, સરકારી ખરીદીમાં અનેક પ્રક્રિયા અનુસરવાની હોય છે, સાથે ગુણવત્તાયુક્ત માલ જ ખરીદ થાય છે, પેમેન્ટ નિયત સમય બાદ જ મળે છે. ત્યારે યાર્ડમાં થોડો નબળો માલ પણ ઓછા ભાવે ખરીદી લેવાની અને ચૂકવણું તુરંત કરવાનો નિયમ છે.
દરમિયાન તેલીબીયાનું મબલખ ઉત્પાદન અને હવે તેની ધૂમ આવક શરુ થવા સાથે ખાદ્યતેલોના કૃત્રિમ ભાવવધારાને બ્રેક લાગી છે. સિંગતેલ પ્રતિ ૧૫ કિલો નવા ડબ્બામાં ત્રણ દિવસમાં રૂા.૩૫ ઘટીને આજે રૂ।.૨૦૦-૨૯૫૦ના ભાવ, કપાસિયા તેલના ભાવ ઘટીને રૂ।.૨૨૪૫- ૨૨૯૫ થયા હતા. જ્યારે પામતેલના ભાવ ઉંચાઈ પર ટકાવી રખાયા છે અને આજે પણ રૂ।.૨૧૮૫-૨૧૯૦ના ભાવે સોદા પડ્યા હતા.