લગ્નસરાની સિઝનના આરંભ સાથે જ ગુલાબ-ગલગોટાના ભાવમાં ઉછાળો
26 દિવસ પહેલા
ફુલના ભાવ આસમાને આંબી ગયા, કમોસમી વરસાદ વિધ્નરુપ
દેવ-દિવાળી યાને તુલસી-વિવાહની ઉજવણી સાથે જ સૌરાષ્ટ્રમાં શરૂ થયેલી વગ્નસરાની સીઝનના આરંભની સાથે જ ગોહિલવાડમાં ફૂલના ભાવ સડસડાટ રીતે આસમાનને આંબી જતા ગ્રાહકોના મોકરમાઈ જવા લાગ્યા હતા.ભાવનગર સહિત ગુજરાત રાજયમાં હજુ નવેમ્બર માસના અંતિમ દિવસોમાં તેમજ આગામી ડિસેમ્બર માસ દરમિયાન ધૂમ લગ્નસરા જામવાની હોય આ દિવસોમાં પણ ફૂલના ભાવ ઉંચા રહેશે તેમ સ્થાનિક ફૂલબજારમાંથી જાણવા મળેલ જ છે. ગોહિલવાડમાં નવેમ્બરના અંતિમ પખવાડીયામાં લગ્નસરાની સીઝનના પ્રારંભની સાથે જ ગુલાબ તેમજ ગલગોટા સહિતના ફૂલના ભાવમાં એકાએક ગરમાવો આવી ગયો છે.
આ અગાઉ પ્રકાશના મહાધર્વ દિપોત્સવીના તહેવાર દરમિયાન ફૂલની ડિમાન્ડ એકાએક વધી ગઈ હતી. દેવદિવાળીના તહેવાર બાદ થોડા દિવસ ફૂલની ધરાગી થોડી ઘટી ગઈ હતી.દરમિયાન તાજેતરમાં લગ્નસરાની સીઝન કરી શરૂ થતાની સાથે જ ગલગોટા અને ગુલાબ સહિતના પચરંગી ફૂલની ડિમાન્ડ વધી રહી છે ત્યારેજભાવનગર શહેર અને જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગલગોટા અને ગુલાબની આંશિક અછત સર્જાતા સ્થાનિક વિક્રેતાઓના જથ્થાબંધ વિક્રેતાઓના ગોડાઉનના સ્થળોએ પક્કા વધી રહ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે લગ્નગાળાની સીઝન દરમિયાન ગુલાબ અને ગલગોટાની ડિમાન્ડ વધી જતી હોય છે. ગોહિલવાડમાં તો ઘણા સ્થળોએ આ સીઝનનો ગેરલાભ લેવા માટે કેટલાક વિક્રેતાઓ ગલગોટાની અછત છે તેમ કરી પણ ઉંચા ભાવ વસુલવાનું ચૂક્તા નથી. વરરાજા અને કન્યાના ફૂલના સાદાથી લઈને ડેકોરેટીવ ફૂલહારની કિંમતમાં પણ ૧૫ થી ૨૦ ટકાનો વધારો ઝીંકાયો છે.
લગ્નસરાની સીઝનમાંહાલ ફૂલના ભાવમાં અંદાજે ૧૫ થી ૨૦ ટકાનો પરખમ વધારો જણાઈ રહ્યો છે તેમ છતાં જે તે ગ્રાહકને સમયસર ફૂલ મળી ન શકતા રઝળપાટ કરવાનો વખત આવ્યો છે. શહેરના માળીના ટેકરા તેમજ મોતીબાગ સામેના વિસ્તારમાં વર્ષોથી સવારના અરસામાં જ ધમધમતી ફૂલબજારમાં પાલિતાણા સહિતના તાલુકા મથકોમાંથી બહોળી સંખ્યામાં જથ્થાબંધ અને | છુટક વિક્રેતાઓ માલની લેવડ-દેવડ માટે અવર જવર કરતા હોય છે. હાલ બરોડા, અમદાવાદ, નાસીક, પુના સહિતના મહાનગરોમાંથી પણ દેશી અને વિદેશી ગુલાબ, ગલગોટા સહિતના ફૂલો માંગલિક પ્રસંગો અને લગ્નસરાની સીઝનને અનુલક્ષીને કંકુપગલા, હલદીમંડપ, લગ્નમંડપ, રૂમ ડેકોરેશન તેમજ વરરાજાની કારનાડેકોરેશન કરવાવાળાઓ દ્વારા મંગાવવામાં આવી રહ્યા છે. તેમ જણાવી સ્થાનિકવિક્રેતાએ ઉમેર્યુ હતુ કે, સામાન્ય રીતે વર્ષ દરમિયાન ચારેય નવરાત્રિ, શ્રાવણ માસ, ગણેશ ઉત્સવ તેમજદિપોત્સવીના પર્વસમુહમાં ફૂલની રૂટીન કરતા પ્રમાણમાં વધારે જરૂરીયાત રહેતી હોય છે. શ્રાવણ માસથી દિવાળી સુધી 1 ગલગોટા અને ગુલાબની વિક્રમજનક આવક થતી હોય છે. જેમાં કમોસમી વરસાદ વિઘ્નરૂપ બની જતો હોય છે.
ચોમાસાના અંતિમ તબકકામાં ઓછો ઉતારો મળ્યો હતો. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુના અંતિમ | તબકકાર્મો પણ સૌરાષ્ટ્ર સહિત રાજયમાં કેટલાક સ્થળોએઅવિરતપણેહળવાથી ભારેઝાપટાઓ બાદ આગાહી મુજબ માવઠા પણ વરસ્યા હતા જેથી જે તે સમયે ફૂલ,બાગાયતી,શાકભાજી સહિતના પાકને નુકશાન થયુ હતુ અને વધારે પ્રમાણમાં ફૂલ પલળી જતા ઉત્પાકોને ધારણા કરતા ઓછા માલનો ઉતારો મળ્યો હતો.