વૈશ્વિક બજારમાં ચોખાના ભાવ તૂટ્યાં, છૂટક બજારોમાં ભાવ જેસે-થે

11-02-2025

Top News

નિકાસ અંકુશો હળવા કરાયા બાદ ચોખાના પૂરવઠામાં વધારો

નવા પાકની આવકને કારણે વિશ્વબજારમાં ભારતીય ચોખાના ભાવ ઘટી હાલમાં ૧૯ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે. નવા પાકના આગમનથી ચોખાના પૂરવઠામાં વધારો થઈ રહ્યો છે. વિયેતનામના ચોખાના ભાવ પણ સપ્ટેમ્બર, ૨૦૨૨ ભાદની નીચી સપાટીએ સરકી ગયા હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. ભારત દ્વારા ચોખાના નિકાસ અંકુશો હળવા કરાયા બાદ વિશ્વ બજારમાં પૂરવઠામાં વધારો થયો છે.

આયાતકારો ભાવ સ્થિર થવાની રાહ જોઈ રહ્યા છે

ભારતના પાંચ ટકા ટુકડા પારબોઈન્ડ જાતિના ચોખાના ભાવ હાલમાં પ્રતિ ટન ૪૧૮ થી ૪૧૮ ડોલર આસપાસ ક્વોટ થઈ રહ્યા છે. જે સપ્તાહ અગાઉ પ્રતિ ટન સરેરાશ ૪૩૦ ડોલર બોલાતા હતા. ભારતના પાંચ ટકા ટુકડા વ્હાઈટ રાઈસના ભાવ પણ પટી ૩૯૫થી ૪૦૫ ડોલર બોલાઈ રહ્યા છે. ભાવઘટાડાને ધ્યાનમાં રાખી આયાતકારોએ પણ હાલમાં થોભો અને રાહ જુઓ નીતિ અપનાવી છે, એમ ભારતના એક નિકાસકારે જણાવ્યું હતું. આયાતકારો ભાવ સ્થિર થવાની રાહ જોઈ રહ્યા છે.

રૂપિયામાં ઘટાડાને કારણે નિકાસકારોના માર્જિનમાં વધારો થયો છે. જાન્યુઆરીના પ્રારંભમાં ભારત પાસે ચોખાનો ૬.૦૯ કરોડ ટન વિક્રમી સ્ટોક રહ્યો હતો, જે સરકારના ટાર્ગેટના આઠ ગજો હતો. વિયેતનામના પાંચ ટકા ટૂકડા ચોખા પ્રતિ ટન ૪૦૫ ડોલર ઓફર થતા હતા જે ૨૯ મહિનાની નીચી સપાટીએ હતા. થયો છે. બે સપ્તાહ પહેલા આ ચોખાના ભાવ ૪૧૫ ડોલર આસપાસ કવોટ થતા હતા.

અગે ઉલ્લેખનિય છે કે, ભારતે ચોખાની નિકાસ પરના અંકુશો દૂર કર્યા બાદ વિશ્વ ભજારમાં પૂરવાકામાં વધારો થયો છે. જો કે છૂટક બજારોમાં ભાવ જેસે પે જોવા મળ્યા છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates