રાજ્યમાં PM કિસાનનો હપ્તો મેળવવા માટે ૨૫મી માર્ચ પહેલાં નોંધણી ફરજિયાત
29 દિવસ પહેલા
અત્યાર સુધીમાં માત્ર અઢી લાખ જેટલા ખેડૂતોએ નોંધણી પૂર્ણ કરી છે
ગુજરાતના ખેડૂતોને પીએમ કિસાન સહાય મેળવવા માટે નોંપણી કરજિયાત બનાવવામાં આવી છે પરંતુ રાજ્યમાં ટેકનિકલ ખામીના કારણે રજીસ્ટ્રી પોર્ટલ પર નોંધણી અટકી ગઈ સરકારે ખાત્રી આપી કે ટૂંકસમયમાં ખામી દૂર કરીને પોર્ટલ ચાલુ કરવામાં આવશે.
એગ્રીસ્ટેક-ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ટેકનિકલ ખામી સર્જાતા તેમાં નોંધણી થઇ શકશે નહિ, ટૂંક સમયમાં ખામી દૂર કરાશે
રાજ્યમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી. સાથે લીંક કરવા માટે ૧૫મી ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. આ રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે. ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ. ટીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ સમયસર મળશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫૦ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે. હજી વધુ ખેડૂતો નોંપણી કરાવે તે માટે પોર્ટલ ખુલ્લુ રાખવામાં આવ્યું છે. ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી ૨૫મી માર્ચ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.
જ્યારે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ૨૫મી નવેમ્બર ૨૦૨૪ પહેલા ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત પૂર્ણ કરવા જણાવાયું હતું. જો કે હાલમાં ગુજરાતના ફાર્મર ૨જીસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહિ. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે.