સરકારે ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુ ઘટાડતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

17-05-2025

Top News

જાણો ખાદ્યતેલોના નવીનત્તમ ભાવ

મુંબઈ તેલ-મિયાં બજારમાં આજ આપાતી ખાદ્યતેલોના ભાવ ધીમો ઘટાડો બતાવતા જયારે દેશી ખાદ્યતેલો શાંત હતા. નવા વેપાર દીમા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ આયાતી પામતેલના ઘટી રૂ.૧૨૩૫ રહ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ રિફાઈન્ડના પટી રૂ.૧૨૭૦ રહ્યા હતા. સનકલાવરના ભાવ રૂ.૧૩૦૫ તથા રિફાઈનના રૂ.૧૩૮૫ રહ્યા હતા. જ્યારે મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ.૧૩૯૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૯૦ રહ્યા હતા. મુંબઈ સિંગતેલના ભાવ રૂ.૧૩૮પ તથા કપાસિયા તેલના ભાવ રૂ.૧૨૯૦ રહ્યા હતા.

દિવેલના તાજર ભાવ જ રૂ. ૨ વધતાં હાજર એરંડાના ભાવ કિવ. ના રૂ.૧૦ વધ્યા હતા. જો હતા કે એરંડા વાયદા બજારમાં આજે ભાવ ભેતરફી સાંકડી વપષટ વચ્ચે રૂ. ૩૫થી ₹૩૭૦ આસપસ શાંત રહ્યા હતા. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૩૫૦ તથા કોટન વોશના ભાવ પીમા ઘટાડા વચ્ચે રૂ.૧૨૧૫તી ૧૨૨૦ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ફોરવર્ડ ભાવ રૂ.૧૩૨૦ જ્યારે કંડલાના આરબીડી પામોલીનના ભાવ રૂ.૧૨૦૦ તથા સોયાતેલ ડિગમના રૂ.૯૪૦ રહ્યા હતા.

દરમિયાન, દેશમાં આયાત થતાં ખાથતેલોની ઈમ્પોર્ટ ડ્યુટી ગયાવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે પટાડો કરતાં ઈડેકટીવ ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ તેટલા પ્રમામમાં ઘટાડો થયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. આવની ટેરીફ વેલ્યુ વેલ્યુ ફૂડ પામ ઓઈલની સીપીઓની ૧૦૪૯થી ઘટી ૧૦૧૯ ડોલર થઈ છે જયારે આરબીડી પામોલીનની ૧૧૧૨ થી પટી ૧૦૨૨ ડોલર તથા સોયાતેલ ડિગમના ૧૧૦૨ થી ઘટી ૧૦૭૦ ડોલર થઈ છે. આના પગલે સીપીઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ટનના રૂ.૭૧૩ ઘરી છે જ્યારે આરબીડી પામોલીનની રૂ.૨૭૮૦ અને સોયાતેલ ડિગમની રૂ.૭૮૪ જેટલી પટી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates