ગુજરાતમાં આ વર્ષે મગફળીનો ૫૮.૦૪ લાખ ટન વિક્રમી પાક

08-10-2024

Top News

મોંઘા તેલનો ખેલ ન થાય તો ગૃહિણીઓને વાજબી ભાવે સિંગતેલ મળશે.

ગુજરાતમાં ખરીફ ઋતુ-૨૦૨૪-૨૫ના કૃષિ ઉત્પાદનના જાહેર થયેલા પ્રથમ અંદાજ મુજબ ગુજરાતમાં કૃષિ તાજેતરમાં પૂરા થયેલા ચોમાસાની ઋતુ દરમિયાન ૧૯૧૭૭૪૦ હેકટર જમીનમાં મગફળીના બીજ રોપાયા હતા. જેને પગલે સે રાજ્યમાં ૫૮,૦૩, ૯૮૦ એટલે કે વિક્રમ સર્જક ૫૮ લાખ ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થયું છે.

ખેડૂતોને ટેકાના ભાવની આસપાસ ભાવ મળી જતા હોઈ માર્કેટ યાર્ડમાં નવરાત્રિમાં મગફળીના ઢગલા થવા માંડયા

ગત વર્ષે ગુજરાતમાં ખરીફ ઋતુમાં ૪૫.૧૦લાખટન અને ઉનાળુ ઋતુમાં ૧.૩૪ લાખ ટન સહિત ૪૯.૪૯ લાખ ટનનું ઉત્પાદન થયું હતું તેના કરતા આ વર્ષે માત્ર ખરીફ ઋતુનું ઉત્પાદન જ ૫૮ લાખ ટનને પાર થયું છે આ મગફળીમાંથી આશરે ૩૦થી ૩૫ ટકા સિંગતેલ ઉત્પન્ન થતું હોય છે જેના પગલે જો તેલને મોંધુ કરવાનો મલિન ખેલન થાય તો એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાની સાથે લાખો ગૃહિણીઓને વાજબી ભાવે સિંગતેલ મળવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગતુ વર્ષ ૧૯.૯૫ લાખ હેક્ટર સામે આ વર્ષે ૨ લાખ હેક્ટર કરતા વધુ એરિયામાં મગફળીનું વાવેતર થયું છે અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે અતિ વૃષ્ટિથી જોવાશને બાદ કરતા એકંદરે મગફળીની પ્રતિ હેક્ટર ડીક 3000 કિલોથી વધુ ઉપજનો સરકારનો પ્રથમ પ્રગતિશીલ અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે મગફળી ઉત્પાદનમાં, ગુજરાત નં. ૧ છે અને ગુજરાતના ૩૩ જિલ્લામાં મગઠળીના કૂલ વાવેતરમાં ૭૬ ટકા વાવેતર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં થાય છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ખેડૂતોને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવની આસપાસના ભાવ મળે છે. સાથે યાર્ડમાં લાંબી પ્રક્રિયા વગર જણસીનું તુરંત ચૂકવણુ થતું હોય છે જેના પગલે ખેડૂતોએ માલ ઠાલવવાનું શરુ કર્યું છે. રાજકોટમાં આજે મગફળીની આવક વધીને ૬૦૦૦ ક્વિન્ટલ એટલે કે ૩૦ હજાર મણ થઈ હતી. જે માટે જાડી મગફળીના ભાવ ઓછા રૂા.૯૦૦થી ૧૧૩૫ જ્યારે વધુ સારી ગણાતી જીણી મગફળીના પ્રતિ મણ રૂ।.૧૦૮૦થી ૧૪૩૧ના ભાવ મળ્યા હતા. મગફળીના અને તેના પગલે સિંગતેલના સારા ઉત્પાદનને કારણે ગત વર્ષની સાપેક્ષે સિંગતેલના ભાવ હાલ પ્રતિ ૧૫ કિલો ડબ્બાએ આશરે રૂ।.૪૦૦ નીચા છે. જો કે આ ભાવમાં કૃત્રિમ રીતે વધઘટ થાય છે. આજે રૂ।.૧૦ વધીને રૂ।.૨૫૪૫-૨૫૯૫એ ભાવ પહોંચ્યા હતા. વેપારી સૂત્રો અનુસાર જો સિંગતેલ ગ્રાહકોને વાજબી ભાવે મળતું રહે અને કપાસિયા તેલ, પામ તેલ કે જે હાલ રૂ।.૨૧૦૦ને પાર થયા છે તેના ભાવ નીચા ન ઉતરે તો સિંગતેલની માંગ- ખરીદીમાં મોટો વધારો સંભવ છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates