બોટાદ યાર્ડમાં નવા કપાસની બે દિવસમાં રેકોર્ડબ્રેક 2.50 લાખ મણથી વધુ આવક
26-10-2024
દિવાળી પર્વ નિમિત્તે માર્કેટિંગ યાર્ડોમાં મિનિ વેકેશન જાહેર
બોટાદ માર્કેટિંગ પાર્ડમાં ચાલુ સિઝનમાં નવા કપાસની સરેરાશ દૈનિક ૧.૧૫ લાખ મણ આવકની સામે છેલ્લા બે દિવસમાં અંદાજે ૨.૫૦ લાખ મણ રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. નવા કપાસની માતબર આવકના પગલે યાર્ડના હોદ્દેદારોએ કપાસ માટે નજીકમાં ખાસ વ્યવસ્થા કરી હતી. ખુલ્લી હરરાજી, ખરો તોલ અને રોકડ વિનિમયના પગલે ભાવનગર, સુરેન્દ્રનગર, લીમડી, વીછીયા, ગઢડા, અમરેલી, રાજકોટ, જસદણ અને અમદાવાદ જિલ્લાના કેટલાક તાલુકા મથકોમાંથી ખેડૂતો અંદાજે ૧૯૦૦થી વધુ નાના-મોટા વાહનો ભરીને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા આવ્યા છે. જેના કારણે બોટાદના પાર્ડને જોડતાં માર્ગની બન્ને બાજુ વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. મબલખ આવકના કારણે યાર્ડની બાજૂમાં કપાસ સંગ્રહ માટે ખાસ વ્યવસ્થા કરાઈ
હરાજી તથા જણસીઓની ઉતરાઇ સંપૂર્ણ બંધ
દીપાવલી પર્વને ધ્યાને લઈને મોરબી માર્કેટિંગ યાર્ડમાં તા.૨૯ થી તા.૫-૧૧ સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જયારે ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ પણ તા.૩૦મીથી એક સપ્તાહ સુધી બંધ રહેશે.
મોરબી માર્કેટ યાર્ડમાં ૨૯મીથી ૮ દિવસ જ્યારે ખંભાળિયા યાર્ડ ૩૦મીથી સપ્તાહ માટે રહેશે બંધ
મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પર્વ નિમિતે આગામી તા.૨૯-૧૦થી તા.૫-૧૧ સુધી માર્કેટિંગ યાર્ડમાં અનાજવિભાગમાં ૨જા જાહેર કરવામાં આવી છે. જેથી હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે. તા.૨૮ ને સોમવારે સવારના ૧૦ સુધીજ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે. તા. ૨૯ને મંગળવારે પડતર માલની હરાજી કરવામાં આવશે તા.૨૯થી તા.પસુધી કોઈપણ જણસીની ઉતરાઈ કરવા | દેવામાં આવશે નહિંતા.૫-૧૧નેમંગળવારના
સાંજે ૪ કલાકથી જણસીની ઉતરાઈ ચાલુ કરવામાં આવશે અને તા. ૬ના રોજ બુધવારે લાભ પાંચમથી હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરુ ક કરાશે. ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાંતા.૩૦મી ઓક્ટોબરથી તા.પનવેમ્બર સુધીદિપાવલી તેમજ નૂતન વર્ષના અનુસંધાને હરાજીનું કામકાજ તેમજ જણસીઓની ઉતરાઇ સંપૂર્ણપણે બંધ રહેશે. તા. ૬ના રોજ લાભ પાંચમથી હરાજીની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે.