ચોટીલા માર્કેટયાર્ડમાં રવિ કૃષિ મહોત્સવ શુષ્ક, ખુરશીઓ ખાલી રહી

15 દિવસ પહેલા

Top News

ન જોવા મળ્યા ધારાસભ્ય કે ન દેખાયા સ્થાનિક આગેવાનો

સુરેન્દ્રનગર,તા.૬ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે ચોટીલા એપીએમસી ખાતે યોજાયેલ રવિ કૃષી મહોત્સવમાં ઉચ્ચ રાજકીય આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી તેમજ ખેડુતોની પણ પાંખી હાજરી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો.

ખેડૂતોની પણ પાંખી હાજરી રહેતા રવિ કૃષિમહોત્સવ ફલોપ; સ્ટેજ ઉપર અધિકારીઓ અને ભાજપનાં હોદ્દેદારો જોવા મળ્યા

આ અંગે મળતી માહિતી મુજબ જોવા સુરેન્દ્રનગર જીલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં આજથી બે દિવસ માટે દ્વારા રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે ચોટીલા એપીએમસી ખાતે રવિ આવે કૃષી મહોત્સવના પ્રથમ દિવસે પ્રારંભ સમયે સ્થાનીક ધારાસભ્ય શામજીભાઈ | વિશે ચૌહાણ ગેરહાજર જોવા મળ્યા હતા. જ્યારે સ્ટેજ પર પણ માત્ર સરકારી અધિકારીઓ અને અમુક ભાજપના હોદ્દેદારો અને આગેવાનો બેસેલા નજરે પડયા હતા તેમજ ખેડુતોને પણ રવિ કૃષી મહોત્સવમાં રસ ન હોય તેમ મળ્યું હતું અને મોટાભાગની ખુરશીઓ ખાલી રહી હતી.

સરકાર એક તરફ રવિ કૃષી મહોત્સવ પાછળ મોટીરકમનો ખર્ચ કરવામાં છે તેમજ ખેડુતોને સરકારી યોજનાઓ તેમજ ખેતીની પધ્ધતિઓ માર્ગદર્શન મળે તે માટે રવિ કૃષી મહોત્સવ યોજાઈ રહ્યો છે પરંતુ ચોટીલા તાલુકામાં રવિ કૃષી મહોત્સવના પ્રથમ દિવસે અને પ્રારંભમાં જ રાજકીય આગેવાનો સહિત ખેડુતો હાજર ન રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates