ગુજરાતના 90 તાલુકામાં વરસાદ સુરેન્દ્રનગરના દસાડામાં ૩ ઈંચ
14-10-2024
12 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ
ગુજરાતમાં આસો માસમાં પણ અષાઢી માહોલ યથાવત્ રહ્યો છે. આજે ૯૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. . જેમાં સુરેન્દ્રનગરના દસાડામાં બે કલાકમાં સૌથી lag વધુ ૩ ઈંચ જ્યારે ભુજ, છોટા ઉદેપુરના બોડેલી, ભરૂચના ઝઘડીયા, ડાંગના વઘઇ અને 3 નર્મદાના ડેડીયાપાડામાં બે ઈંચથી વધુ વરસાદનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સિઝનનો વરસાદ હવે વધીને ૧૪૦ ટકા થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ સોમવારે ૧૨ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઈ છે.
૨૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ : જરૂરિયાત કરતાં ૪૦ ટકા વધુ વરસાદ વરસી જતાં ખેડૂતોએ કહ્યું, “હવે ખમૈયા કરો'
સુરેન્દ્રનગરના રાતે ૮ એમ બે કલાકમાં ખાબક્યો હતો. પણ આ જ સમયે ૨.૮૭ હતો. બીજી તરફ કચ્છના ભુજમાં બપોરે ૪ થી સાંજે દમાં અઢી ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. કચ્છના રાપરમાં રાતે ૮ બાદ એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. અન્યત્ર જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ પડયો તેમાં છોટા ઉદેપુરના બોડેલી, ભરૂચના ઝઘડીયા, ડાંગના વઘઈ-આહવા, અમરેલી,
ગુજરાતમાં અત્યાર સુધી રોંજિયન પ્રમાણે વરસાદ
રીજિયન વરસાદ સરેરાશ કચ્છ ૩૫.૩૦ ૧૮૪.૯૫% ઉત્તર ૩૩.૦૭ ૧૧૫.૧૧% પૂર્વ મધ્ય ૪૨.૫૬ ૧૩૩.૩૪% સૌરાષ્ટ્ર ૪૩.૪૫ ૧૪૯.૫૯% દક્ષિણ ૮૫.૦૦ ૧૪૪.૬૭% સરેરાશ ૪૮.૪૦ ૧૩૯.૨૪%
વડોદરાના કરજણ-ડભોઈ, પંચમહાલના જ ૩ ઈંચ વરસાદ જાંબુઘોડા, પાટણના ચાણસ્મા, દેવભૂમિ જુનાગઢના વિસાવદરમાં દ્વારકાના ખંભાળિયા, છોટા ઉદેપુરનો ઈંચ વરસાદ પડયો સમાવેશ થાય છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઈ છે. આ સિવાય રાજ્યમાં અન્યત્ર ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવો થી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે, મંગળવારથી રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત્ છે અને વાતાવરણ પૂર્વવત્ થવા લાગશે. ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો ૧૪૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. : આમ, ૪૦ ટકા વધુ વરસાદ સાથે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. વધારે પડતા વરસાદથી કપાસના પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.