ગુજરાતમાં રવિ વાવેતરનો ધમધમાટ સપ્તાહમાં 4.60 લાખ હે.માં વાવણી

20-11-2024

Top News

એક બાજુ લગ્નની અને બીજી તરફ ખેતીની સીઝન ખુલી

ગુજરાતમાં બે દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને હજુ ઠંડી વધવાની આગાહી છે ત્યારે વાવણીનો ધમધમાટ પૂરજોશમાં ચાલુ થયો છે. દિવાળી પછી નવેમ્બરની તા.૪ સુધીમાં ગરમ હવામાનના કારણે માત્ર 38 હજાર લાખ , તા.11 સુધીમાં 3.08 હેક્ટરમાં અને આજે તા.18- 11-2024 સુધીમાં રાજ્યમાં 7,68,543 હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે સપ્તાહમાં 4.60 લાખ હે.લી વધુ જમીન ખેડીને બીજ રોપી દેવાયા છે અને હવે આ આંકડો શિવાળાની જમાવટ સાથે વધતો જશે.

ડુંગળી-બટેટાનું ઉત્સાહભર્યું વાવેતર,શેરડી,ઘઉં, ચણા સહિતનું વાવેતર પૂરજોશમાં, સૌરાષ્ટ્રમાં ૨.૮૯ લાખ સહિત ૭.૬૯ લાખ હે. માં વાવણી

રાજ્યમાં રવિ સીઝન ખેડૂતો આશરે ૪૬ લાખ હેક્ટરથી વધુ જમીનમાં ઘઉં, ચણા, શેરડી, તમાકુ લસણ, જીરુ, ધાણા, સવા, ઈસબગુલ, વરિયાળી, ડુંગળી, બટાટા વગેરેનું વાવેતર કરતા હોય છે. હાલ માર્કેટમાં ડુંગળી-બટાટાના ભાવ ગગડયા નથી તેના પગલે તેના વાવેતરમાં ઉત્સાહ જણાયો છે અને ગત વર્ષે ડુંગળીનું ૨૨૭૪૬ સામે આ વર્ષે ૨૭૦૪૫ હેક્ટરમાં અને બટાટાનું ૩૫૭૨ ૩ સામે આ વર્ષે ૩૭,૫૪૫ હેક્ટરમાં વાવેતર થયું છે. આ ઉપરાંત શેરડી, ધંઉં, ચણા, તેમજ તમાકુ,શાકભાજી સહિતના વાવેતર પણ ઉત્સાહ નક જોવા મળ્યું છે. એક તરફ હાલ લગ્નની સીઝન પૂરબહારમાં ખિલી છે અને બીજી તરફ ખેડૂતોની કર્યવ્યવસ્થા વધારે તેવી બે સીઝન એક તો રવિ પાકનું  વાવેતર અને બીજી તરફ ગત ચોમાસામાં વાવેલ અને હાલ તૈયાર થયેલા મગફળી સહિતના પાકો યાર્ડમાં વેચવાનો ધમધમાટ શરુ થયો છે.

રાજ્યમાં આજ સુધીમાં કુલ ૭.૯૯ લાખ હેક્ટર પૈકી સૌરાષ્ટ્રમાં ૨.૮૯ લાખ હેક્ટરનું વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ચણાનું ૧.૧૯ લાખ હેક્ટરમાં અને ઘંઉનું ૨૪૯૦૦ હેક્ટરમાં તે ઉપરાંત વરિયાળી, ધાણા, જીરુ વગેરેનું વાવેતર થયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં શેરડી અને અન્ય કઠોળનું વાવેતર અને આણંદ જિલ્લામાં તમાકુ, બનાસકાંઠા જિલ્લામાં મસ્ટર્ડ રાયડો) બટાટા, રાજ્યભરમાં શાકભાજીનું વાવેતર મુખ્ય છે. 

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates