લાભ પાંચમ બાદ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી

01-10-2024

Top News

રાજ્યમાં ખેડૂતો પાસેથી ૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી નક્કી કરેલાં ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરાશે

ચાલુ વર્ષે ખેડૂતોના વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાભપાંચમ પછી ૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી નક્કી કરવામાં આવેલા ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવશે.


ગાંધીનગરમાં કૃષિમંત્રીના અધ્યક્ષસ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાને લઈ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ ૮૯૮૨ આયોજન કર્યું છે.

પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન ૪૮૯૨ પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ખરીફ પાકોના કુલ| વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા | છે. આ કેન્દ્રો ખાતેથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ ૩જી ઓક્ટોબરથી ૩૧મી ઑક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ફભઈ મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. કેન્દ્ર સરકારે મગફળી ૬૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ પ્રતિ ક્વિન્ટલ (૧૭૩૯.૪૦ પ્રતિ મણ), અડદ ૭૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (૧૪૮૦ પ્રતિ મણ) તેમજ સોયાબિન પ્રતિ ક્વિન્ટલ (૯૭૮.૪૦ પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી પી.એસ.એસ હેઠળ ટેકાના ભાવે ૬૧૩૭૨ લાભાર્થી ખેડૂતો પાસેથી ૬૭૧ કરોડથી વધુ કિંમતના ૧૧૮૦૦૦ મે. ટન જથ્થાની ખરીદી કરવામાં આવી હતી.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates