સૌરાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન જારી, મોરબીમાં આજે અર્ધો દિવસ બંધ
2 દિવસ પહેલા

પહેલગામ હુમલાને ધોરાજી, વાંકાનેર મુસ્લિમ સમાજે રોષભેર વખોડ્યો
કાશ્મીરના પહલગામ વિસ્તારમાં ધરતીના સ્વર્ગ ગણાતા બૈસરનખીણમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરીને ૨૮ જેટલા સહેલાણીઓને તેમના પત્રી, પુત્ર વગેરે સામે મોતને ઘાટ ઉતારી દીધાના કૃત્ય સામે રાષ્ટ્રની સાથે સૌરાષ્ટ્રભરમાં તીવ્ર આક્રોશ આજે બીજા દિવસે જારી રહ્યો છે. આજેસૌરાષ્ટ્રના મુસ્લિમબહુમત વિસ્તાર ધોરાજી,વાંકાનેરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ, ધર્મગુરુઓએ મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે આ હુમલાને રોષભેર વખોડી કાઢીને આતંકવાદીઓને કાકમાં કડક સજા આપવા માંગણી કરી હતી તો મોરબીમાં આવતીકાલે અર્ધો દિવસબંધનું એલાન અપાયું છે. તો ચોટીલામા પાકિસ્તાની ધ્વજ સળગાવી રોષ વ્યક્ત કરાયો હતો.
મોરબીના વેપારી મંડળ દ્વારા આતંકવાદીઓના ધાર્મિક કટ્ટરતા સાથેના કાયરતાપૂર્ણ કૃત્ય સામે રોષ વ્યક્ત કરવા સાથે આવતીકાલ તા.૨૫ના ગુક્રવારે સવારે ૯થી બપોરે ટ સુધી મોરબી બંધનું એલાન અપાયું છે. વિહિપ અને ભજરંગદળ દ્વારા સવારે ૯-૩૦ વાગ્યે સરદાર પટેલની પ્રતિમાથી પૌન રેલી યોજાશે જે નગર દરવાજા ચોક (નહેરુગેઈટ) પહોંચીને ત્યાં આતંકવાદીના પુતળાદહનનો કાર્યક્રમ યોજાયો છે.
ચોટીલામાં પાકિસ્તાનનો ધ્વજ સળગાવાયો, સિક્કામાં પૂતળાંદહન, લાલપુરમાં સૂત્રોચ્ચાર, ઉપલેટામાં પરશુરામ જયંતીના કાર્યક્રમો રદ
ધોરાજીમાં સૌરાષ્ટ્ર મતવા માલધારી સમાજના હાજી ઈબ્રાહીમ કુરેશીએ જણાવ્યું કે મોહમ્મદ પયગમ્બર સાહેબએ અમને શાંતિ-ભાઈચારાનો સંદેશો આપ્યો છે જેના પર અમે કાયમ છીએ, નિર્દોષ લોકોના મોત નીપજાવનારાને કડક સજા કરો. સૌરાષ્ટ્ર મેમણ સમાજના આગેવાન હાજી અફરોજ લક્કડકુટાએ જણાવ્યું કે દેશની અખંડિતતા-એક્તા પર હુમલાનો આ હિનપ્રયાસ છે જ્યારેહજરત ખ્વાજા મોહકમુદ્દીનસેરાનીના ખાદીમ સૈવદ મહેમુદમિયા મોહમ્મદ હુસેનમિયા કાદરીએ જણાવ્યું કે ઈસ્લામ ધર્મમાં બેકસૂર લોકોને મોતને ઘાટ ઉતારવાની કોઠે પરવાનગી નથી, આ ઘટનાનું પુનરાવર્તન ટાળવા આતંકવાદીઓને ફાંસી આપવી જોઈએ. વાંકાનેર શહેર-તાલુકા મુસ્લિમ સમાજના મહમંત રાઠોડ, શકીલ અહેમદ પીરઝાદા વગેરેએ પહલગામ હુમલાને વખોડી કાડીને આતંકવાદીઓ વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. ચોટીલામાં રામચોક ખાતે આજે સનાતની ભાઈઓએ પાકિસ્તાનનો ધ્વજ સૂળગાવીને સરકાર કહરવાદીઓ પર વળતો પ્રહાર કરે તેવી માંગણી કરી હતી.
જામનગર જિલ્લામાં આજે લાલપુરના સરદાર ચોકમાં વિહિપ વગેરે સંસ્થાઓ દ્વારા સૂત્રોચ્ચારો કરીને આતંકવાદીઓ સામે રોષ વ્યક્ત કરાયો હતો. જયારે સિક્કામાં પંચવટી મેઈન માર્કેટ ખાતે બજરંગદળ,દુર્ગાવાહિની વગેરે દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરાયુંહતું. જામનગર બાર એસોસીએશને હૂમલાનેસખત શબ્દોમાં વખોડીને મિનિટ ઈસ્લામ ધર્મ નિર્દોષોને મારવાની કદિ પરવાનગી નથી આપતો, આતંકીઓને ફાંસી આપો-મુસ્લિમ ધર્મગુરુની માંગ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી હતી.
ઉપલેટામાં સમસ્ત બ્રહ્મસમાજના જીજ્ઞેશ વ્યાસે જણાવ્યું કે હિન્દુઓ પર આતંકવાદીઓના હૂમલાના વિરોધમાં અમે પરશુરામ જયંતિના શોભાયાત્રા, સમુહભોજન સહિતના કાર્યક્રમો બંધ રાખવાનો નિર્ણય લીધો છે, અને તેના બદલે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાને શ્રધ્ધાંજલિ આપવાનું કરાયું છે.
જ્યારે રાજકોટમાં શીવસેના દ્વારા ત્રિકોણબાગ ખાતે મૃતકોને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સૌરાષ્ટ્રમાં અન્યત્ર ઠેરઠેરથી આતંકવાદીઓ સામે આક્રોશ, મૃતકો પ્રત્યે સહાનુભૂતિ સાથે સરકાર ફરીવાર આતંકીઓ માથુ ન ઉંચકે તેવી નક્કર અને કડક કાર્યવાહી કરે તેવી એક સૂરમાં માંગણી ઉઠી છે.