જામનગરમાં મગફળીના છોડ સળગાવી ખેડૂતો દ્વારા વિરોધ
30-10-2024
ખેડૂતોને પાક નુકસાની અંગે સહાય ન ચૂકવાતા વિરોધ
જામનગર જિલ્લામાં ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં સર્વેના નામે નાટક કરાયા બાદ તથા આપ ખેડૂતોને સહાય ન ચૂકવાતા તે સામે જામનગરમાં ખેડૂતો દ્વારા મગફળીના છોડવા સળગાવી વિરોધ કરાતાં આપના ધારાસભ્ય સહિત ૧૫ની અટકાયત કરાઈ હતી.
આપના ધારાસભ્ય સહિત ૧૫ની અટકાયત જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને ઓનલાઈનમાંથી બાકાત છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સર્વેના નાટકો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને નુકસાની અંગે સહાય આપવાની જાહેરાતો ખેડૂતોની મજાક સમાન છે. તેમાંય સહાય માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના હોય ખેડૂતો મુંઝવણમાં મૂકાઈ ગયા છે. અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.
સર્વે થઈ ગયેલા ખેડૂતો પૈકી ૫૦ ટકા ખેડૂતોના નામ જ આ તમામ પ્રશ્નો સાથેનું આવેદનપત્ર જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવાની આગેવાની હેઠળ આમ આદમી પાટી દ્વારા જિલ્લા કલેકટરને સુપરત કરવામાં આવ્યું હતું. આ વેળાએ નિષ્ફળ ગયેલા મગફળીના પાકના છોડવા સળગાવી વિરોધ વ્યકત કર્યા હતો. ત્યારે પોલીસે હેમંતભાઈ ખવા સહિત ૧૫ જેટલા રજૂઆતકર્તાઓની ! અટકાયત કરી હતી.