ગુજરાતમાં 22.46 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન, સૌરાષ્ટ્રના યાર્ડમાં થયા ઢગલા

18-11-2024

Top News

ભારતે વર્ષ 2023-24માં વિદેશોમાં 17.17 લાખ ટન ડુંગળી વેચી

ગુજરાતમાં ઈ.સ. ૨૦૨૩-૨૪માં ડુંગળીનું ૨૨.૪૬ લાખ ટન 1 ઉત્પાદન થયું હતું અને મુખ્યત્વે રવિ પાકની ઉપજ અને લાખો ઘરોમાં સંભારાથી માંડીને વધાર, સલાડ સહિત અનેક રીતે વપરાતી ડુંગળીનો નવો પાક કંગ થયું છે એ કદાફ બારમાં આવવાનું રહેતા ખેડૂતો સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ટનબંધ ડુંગળી ઠાલવી રહ્યા છે.

ડુંગળી પ્રતિ હેક્ટર ૨૮ હજાર કિલો પાકે છે

રાજકોટ યાર્ડમાં આજે એકદિવસમાં ૧૪૫૦ ટન એટલે કે ૭૨,૫૦૦ મણ ડુંગળીની આવક નોંધાઈહતી જેસીઝનની સર્વાધિક છે. ગત ગુરુવારે ૧૦૦૦ ટન આવક થઈ હતી. પાંચસો-છસ્સો ટન જેટલી ડુંગળી એક દિવસમાં જ વેચાય જાય છે. ભાવ ગત વર્ષની સાપેક્ષે જળવાયા છે, આજે 100થી 640 પ્રતિ મણના ભાવે સોદા થયા હતા.

બજારમાં ગત વર્ષ જેવા જ ભાવ, રાજકોટ યાર્ડમાં એક દિવસમાં ૧૪૫૦ ટનની આવક, પ્રતિ મણ રૂ.૧૦૦થી ૬૪૦ના ભાવે સોદા

વિશ્વમાં ડુંગળી ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે અને ભારતની ડુંગળીની માંગ વિદેશોમાં પણ સારી રહી છે. ગત વર્ષ ઈ.સ.૨૦૨૩-૨૪ માં ભારતના ખેડૂતોની ૧૭.૧૭ લાખ ટનથી વધારે ડુંગળીનીનિકાસ થઈ હતી જેનાથી રૂ।.૩૯૨૩ કરોડની આવક થઈ હતી.

મુખ્યત્વે બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ જેવા પડોશી દેશો તેમજ મલેશિયા, યુ.એ.ઈ., ઈન્ડોનેશિયા વગેરે દેશોમાં તેની નિકાસ થાય છે. ગુજરાતમાં ૭૫થી ૮૦ હજાર હેક્ટરમાં ડુંગળીનો પાક લેવાતો હોથ છે અને પ્રતિ હેક્ટર દીઠ આશરે ૨૮,૦૦૦ કિલોથી વધુ ઉત્પાદન થતું હોય છે. ગત વર્ષે ઉનાળા અનુમાં ૧૦,૮૧૦ હેક્ટર સહિત ફૂલ ૭૯,૯૯૦ હેક્ટરમાં વાવેતર થયું હતું અને ૨૨.૪૬ લાખ ટનનું ઉત્પાદન થયું હતું. ભાવ અગાઉની જેમ તળિયે નહીં જતા આ વર્ષે પણ વાવેતરમાં ઉત્સાહ જણાઈ રહ્યો છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates