શક્તિવર્ધક શિયાળુ પાકના ભાવમાં અંદાજે ૧૫ ટકાનો વધારો
23 દિવસ પહેલા
સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે શિયાળુ પાકની ખરીદીમાં તેજી
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુના પ્રારંભથી જ ભાવનગર શહેરના મેઈન બજાર, એમ. 1.જી.રોડ, કાળાનાળા સહિતના વિસ્તારોમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનો અને તેમના ગોડાઉનો સોડમથી સભર અડદિયો, ગુંદરપાક, સુંઠપાક, બદામપાક, મેથીપાક અને સાલમપાકથી ઉભરાઈ રહી છે. વર્ષ દરમિયાન માગશર, પોષ અને મહા એમ ત્રણ માસની આ શક્તિવર્ધક શિયાળુ પાકની ધમધમતી સીઝનમાં અંદાજે લાખો રૂપીયાનું ટર્નઓવર થાય છે.
ગોહિલવાડમાં મહત્તમ પરિવારો તૈયાર શિયાળુપાક જ પસંદ કરે છે. જયારે કેટલાક સુખી અને સાધનસંપન્ન પરિવારો સ્વયં જાત દેખરેખ હેઠળ પરિવારજનો અને મિત્રવર્તુળ માટે શિયાળુપાક બનાવે છે. આ ઉપરાંત હવે તો તમામ જ્ઞાતિ, સમાજ તેમજ વિવિધ પાર્મિક, સામાજિક સંસ્થા, મહિલા મંડળ, ધર્મસ્થાનકો સંલગ્ન વેચાણકેન્દ્રો દ્વારા પણ શિયાળુ પાકનું નહિ નફો, નપ્તિ નુકશાનના ધોરણે શિયાળુ પાકનું વેચાણ કરવામાં આવી રહેલ છે. મંજુરીથી શિયાળુપાક બનાવતા અનેક કેટરર્સ અને કારીગરોને હવે ઠંડીની સીઝન જામતા નવરાશ મળશે નહિ. તેઓને ત્યાં સામુહિક ઓર્ડરની મળી રહેલી નોંપણી મુજબ શિયાળુ પાક તૈયાર કરવાની કામગીરીનો ધમધમાટ જામી રહ્યો છે.
શુધ્ધ ઘી, સુકો મેવો, ગુંદર તેમજ વિવિધ આવશ્યક મસાલાના ભાવ વધતા શિયાળુપાક મોંઘો બન્યો, છતા માંગ અકબંધ
દેશી ઓસડીયાઓથી સભર શિયાળુપાક ખાવાથી વર્ષ દરમિયાન શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. હેલ્થને ફીટ રાખવા માટે અત્યંત આવશ્યક ગણાતા શિયાળુ પાકના ભાવમાં નજીવો ૧૦ થી ૧૫ ટકાનો વધારો કરાયો હોવા છતા તેની માંગમાં ઘટાડો થયો નથી. સૌરાષ્ટ્રમાં જેમ જેમ ઠંડીનો ચમકારો વધતો જશે તેમ તેમ તેની ધરાકી વધતી જરો તેમ સ્થાનિક વિક્રેતાએ જણાવ્યું હતુ.બજારમાં વેજીટેબલ ધીની બનાવટનો અડદિયો રૂા ૨૭૫ આસપાસના ભાવે, જયારે સુકામેવા અને શુધ્ધ ધી અને વસાણાથી સભર અડદિયો રૂા ૫૦ પી વધુના ભાવે કિલો લેખે વેચાઈ રહ્યો છે. જયારે ખજુરબાઈટસ રૂા ૬ આસપાસના કિલોના ભાવે વેચાઈ રહ્યો છે.
માલસામાનમાં ગુણવત્તાના બેઝ પર તેની કિંમત નકકી થતી હોય છે. ગત કોરોનાકાળ ભાદ લોકો હવે અગાઉની તુલનામાં હેલ્થ પ્રત્યે વધુ જાગૃત થયા હોય ઉંચી ગુણવત્તાવાળો શિયાળુપાક વધુ પસંદ કરતા હોય છે. હાલ શહેરમાં શિયાળુપાક બનાવતા નાના મોટા મળી કુલ ૩૫ આસપાસ વેપારીઓ, કેટરર્સ અને કારીગરો છે. જ્યારે મજુરીના ભાવે શિયાળુપાક બનાવવાવાળા તો અનેક કારીગરો ભા ભાવમાં બાંધછોડ કરવાથી મળી રહે છે તેમ કારીગરે વધુમાં જણાવ્યું હતું.