ખેડૂતોના ૭-૧૨ની નકલ આધાર સાથે લિન્ક કરવાની કામગીરી વચ્ચે ત્રણ દિવસથી પોર્ટલ ઠપ
25 દિવસ પહેલા
સુરત શહેર-જિલ્લામાં ૮.૮૦ લાખ ખેડૂતો છે
કેન્દ્ર સરકારની દરેક યોજનાના લાભો ખેડુતોને સરળતાથી મળી રહે તે માટે ડિજીટલ ફાર્મર કાર્ડ આપનાર છે. આ માટે ર ટે સાત- બારમાં તમામ ખેડુત ખાતેદારોના આધારકાર્ડ લિંક કરવાનુ મં સુરત, ફરજિયાત કરાયુ હોવાથી હાલમાં સુરત શહેર- જિલ્લાના ૮.૮૦ લાખ ખેડુતોની આધારકાર્ડ લિંક કરવાની ચાલી રહેલી કામગીરી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી પોર્ટલ મેઇન્ટેન્શના કારણે ઠપ્પ હોવાથી ખેડુતો પંચાયત કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે.
સરકારી યોજનાના લાભો સરળતાથી મળી રહે તે માટે ખેડુતોને ડિજિટલ ફાર્મર કાર્ડ આપવાનું આયોજન કરાયું છે
કેન્દ્ર સરકાર તરફથી ખેડુતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂા.ર હજાર મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડથી લોન લઇ શકાય છે. તો સરકાર દ્વારા ખેતીપાકના જે લઘુત્તમ ટેકાના ભાવો જાહેર કરે છે. તે ભાવો મુજબ પાકનો ઉતારો સરકારને આપી શકાય છે આવી વિવિધ યોજનાઓનો લાભ ખેડુતોને સરળતાથી મળી રહે તેમજ આંગણીના ટેરવે તમામ જમીનની માહિતી ઓનલાઈન મળી જશે. આ માટે કેન્દ્ર સરકાર ખેડૂત ડિજીટલ ફાર્મર કાર્ડ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં સાત-બારની નકલમાં જેટલા પણ ખેડુત ખાતેદારનો નામો ચાલતા હોય તે તમામ નામોના આધારકાનિ સાતબાર સાથે લિંક કરવાની કામગીરી ૧૫મી ઓક્ટોબરથી આરંભાઇ છે.
આ કામગીરી માટે સરકારે ખેડુતોની સરળતા માટે તમામ ગ્રામ પંચાયતમાં વ્યવસ્થા ગોઠવી છે. જેમાં ખેડૂતો હારા જેટલી પણ સાતબારમાં નામો ચાલતા હોય તે સાતબાર અને આઠ-અ ની નકલ લઈને આધારકાર્ડ સાથે લિંક કરવાનું હોય છે. ૧૫ મી ઓકટોબરથી શરૂ થયેલી આ કામગીરીમાં સુરત જિલ્લામાં ૮.૮૦ લાખ ખેડુતોના આધારકાર્ડ સાતબાર સાથે લિંક કરવાના છે. અને આ કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સરકારનું પોર્ટલ અંડર મેઈન્ટેન્શન હોવાના કારણે સાઈટ બંધ છે. આથી ખેડુતો સાતભારની નકલ લઈને પંચાયત ઓફિસે જઈ રહ્યા છે. પરંતુ સાઇટ જ બંધ હોવાથી હાલ કામગીરી બંધ છે. જોકે ટુંક સમયમાં જ આ કામગીરી ફરીથી શરૂ થઈ જશે. સુત્રોના જણાવ્યા મુજબ હાલ જેમણે સરકારી યોજનાનો લાભ લેવો છે. તેમના માટે ફરજિયાત છે. આગામી દિવસોમાં આ રજિસ્ટ્રેશન હશે તો જ સરકારી લાભો મળશે.
સુરત જિલ્લામાં હાલ ૧.૨૬ લાખ ખેડુતો પ્રધાનમંત્રી સન્માન નિધિનો લાભ લઇ રહ્યા છે
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડુતોને બે હજાર રૂપિયા આપે છે. આ રકમ જોતા સુરત શહેર અને જિલ્લામાં ૧.૨૯ લાખ જેટલા ખેડુતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આથી આ લાભ લેનારા ખેડુતો માટે આ ફરજિયાત હોવાથી ખેડુતોની દોડાદોડી વધી ગઇ છે