અતિવૃષ્ટિથી તારાજ 34 ગામના સરપંચો દ્વારા નુકસાનીના વળતર માટે આવેદનપત્ર

22-10-2024

Top News

બગસરામાં મામલતદાર કચેરીએ જઈ ન્યાયની માંગણી

બગસરા શહેર ને તાલુકામાં ૪૮ ઈંચ વરસાદ વરસી જતાં ખેડૂતોને ફાયદાને બદલે ભારે નુકશાન થઈ જતાં આજે તાલુકાના ૩૪ ગામોના સરપંચોએ એકત્ર થઈ મામલતદારને સામુહિક આવેદનપત્ર પાઠવી વળતરની માંગણી કરી છે.

પાક નિષ્ફળ જતાં જગતાત ચિંતામાં ગરકાવ : બિયારણ, દવા અને ખાતરનો ખર્ચ પાણીમાં

બગસરા પંથકમાં મોટા પાયે મગફળી, કપાસ, કઠોળ પાકોનું વાવેતર થયું છે. એમાં જે ખેડૂતોએ ઊનાળામાં ઓળવીને વાવેતર કરેલું છે કે આગોતરા વરસાદ વખતે વાવેતર કરી દીધું છે. તેવા ખેડૂતોની મગફળી તૈયાર થઈ જતાં જમીનમાંથી કાઢીને પાથરા કરેલા હતા એ વખતે નવા ચોમાસાની જેમ ફરી વરસાદ ત્રાટકતા કરોડો રૂપિયાનો પાક હાથમાંથી જતો રહ્યો છે. ખેડૂતોની નજર સામે વહેતા વહેણમાં । પાથેરાં તણાઈ જતાં જગતાતને રડવાનો સમય આવી ગયો છે.

મોંઘા દામની મજુરી તેમજ પાક સંરક્ષણ પાછળ કરેલું જંગી રોકાણ એળે ગયું છે. આવા સંજોગોમાં સરકારે સર્વે કરી પ્રત્યેક ખેડૂતને વીઘા દીઠ ઉચ્ચતમ વળતર ચૂકવી કપરા સંજોગોમાં ખેડૂતોના સાચા સાથી તરીકે ભૂમિકા ભજવવી જોઈએ. સમગ્ર સમસ્યા સરકાર સુધી પહોંચાડવા બગસરા તાલુકા સરપંચ સંગઠનના હોદ્દેદારો મળી કુલ ૩૪ ગામના સરપંચોએ ખેડૂતોની વ્યથા વર્ણવતું આવેદનપત્ર મામલતદારને એનાયત કરી ખેડૂતો વતી ન્યાયની માંગણી કરી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates