પામતેલ-કપાસિયાના ભાવ સરખા થયા લાઈવ ફરસાણમાં સિંગતેલનું ચલણ વધ્યું
18 દિવસ પહેલા
સિંગતેલ અને સાઈડતેલો વચ્ચે માત્ર 350નો ફરક
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં આયાતી તેલો ઉપર ૨૭.૫ ટકાની આયાત ડ્યુટી લાદવાની સાથે ગુજરાતમાં વ્યાપક વપરાતા પામતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો આવ્યો હતો અને તેલબજારની સતત વધઘટના પગલે બે દિવસ પહેલા પામતેલમાં વધુ રૂા.૪૦નો વધારો થતા હવે કપાસિયા અને પામતીના ભાવ બજારમાં સરખા થઈ ગયા છે. જેની વ્યાપક અસર તેલના વપરાશ અને ખરીદી-વેચાણ ઉપર જોવા મળ્યાનું વેપારી સૂત્રોએ જણાવ્યું છે. લાઈવ ફરસાણમાં સિંગતેલનું ચલણ આંશિક વધવા લાગ્યું છે અને જો ભાવ નિયંત્રીત રહે તો લોકોને ફાફડાં ગાંઠિયાથી ભજિયા જેવા ફરસાણ સિંગતેલમાં તળેલા ખાવા મળી શકે છે.
તેલલોબીના કારણે સિંગતેલમાં ભાવની સ્થિરતા જળવાતી નથી, છાશવારે કૃત્રિમ વધઘટ,બે દિવસમાં ડબ્બે વધુ રૂ.૨૫નો વધારો
આજેસૌરાષ્ટ્ર-રાજકોટ તેલ ભજારમાં કપાસિયા તેલના ૧૫ કિલો ડબ્બાના રૂ।.૨૧૮૫-૨૨૩૫ના ભાવસામેપામતેલના રૂ.૨૧૭૦-૨૧૭૫ના ભાવે સોદા થયાહતા. કપાસિયા જુના ડબ્બાના ભાવ રૂા.૨૧૩૫- ૨૧૮૫૨હ્યા હતા. આમ, બન્નેતેલ ભાવમાં લગભગસરખા થઈ ગયાછે. રાજ્યમાં આવર્ષે મગફળીનોવિક્રમી ૫૮ લાખ ટન પાકના પગલે ખેડૂતો પાસેથી ખરીદાતી મગફળીના ભાવ૯૦૦થી ૧૨૪૦ વચ્ચે યાર્ડમાં પથાવત્ રહ્યા છે પરંતુ, તેલીબીની ભાવરમતના કારણે સિંગતેલમાં કૃત્રિમ વધઘટ થતી હોય છે. રાજકોટ તેલ બજારમાં સિંગતેલ પ્રતિ ૧૫ કિલોએરૂા.૨૫નો વધારો કરવામાં આવ્યો છે. જોકે બજારમાં તેલની સીઝન છતાં પરાકી મંદી હોવાનું વેપારીઓ જણાવે છે છતાં ભાવમાં અસ્થિરતા અકારણ જારી રહી છે. તેલના ધંધાર્થીઓએ જણાવ્યું કે અગાઉ પામતેલ તળિયે હતું ત્યારે ભાવ તરીફાઈ કરતા છૂટક વેપારીઓ કે જેઓ સેવ, તીખા ગાંઠિયા, ચવાણુ જેવું સંગ્રહી રખાતુ હરસાયા તેમાં તળતા હતા. હવે આવેપારીઓ કપાસિયા તેલનો વપરાશ કરવા લાગ્યા છે.