ચમારડીમાં પવનચક્કી ઉદ્યોગ માટે ખેડૂતોને પરેશાની બાબતે આક્રોશ
12 દિવસ પહેલા
અગાઉ આવેદનપત્ર આપવા છતાં કોઈ જ પગલાં લેવાયા નથી
બાબરા તાલુકાના ચમારડી ગામે પવનચકકી કામગીરી દરમિયાન રસ્તાઓ બનાવવા માટે માર્ગ ખોદી નાંખવા, ડેમના પાળાને નુકસાન કરી દેવાતા અને વીજપોલ નાખવા માટે પવનચકકી યુનિટ મારફત થતી હેરાનગતિ નિવારવા માટેની માગણી માટે અગાઉ ગ્રામજનોએ આવેદન આપવા છતાં કોઈ જ પગલાં ન લેવાતા આખરે આ ગામના સો જેટલા લોકોએ આંદોલનને વેગ આપી રસ્તા પર બેસી આંદોલન શરૂ કર્યું છે.
સો જેટલાં સ્ત્રી પુરૂષ ખેડૂતોએ ન્યાયની માગણી સાથે પવનચકકીના રસ્તા પર બેસી આંદોલન શરૂ કર્યું, મામલતદારને બીજીવાર આવેદન આપ્યું
આજે આ ગામના લોકોએ પોલીસ મથક અને મામલતદાર કચેરીએ દોડી જઈ રજૂઆત કરી હતી કે પવનચકકીના પાંખિયા લઈ જવા માટે જે રસ્તો બનાવવામાં આવ્યો છે એમાં ખેડૂતોના હિતને નુકસાન થયું છે. અહી પવનચકકીના પોલ ઉભા કરવા માટે એક ગામથી બીજા ગામ જવા અંગે નોનપ્લાન રસ્તો મંજૂર થયો છે. ત્યારે આ જગ્યામાં વીજ પોલ નાખવામાં આવે અને તળાવ પાળાને નુકસાન કરતી ખોદકામ કરી ભવિષ્યમાં ચોમાસામાં ખેતરપાળાને ધોવાણ થઈ જાય એમ ન કરવા સહિતની માગણીઓ કરી છે. આ અગાઉ આ જ બાબતે આવેદન આપવા છતાં આજ સુધી કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ ગઈ છે. અને ખેડૂતો આંદોલનને વધુ સક્રિય બનાવશે એવી ચીમકી આપવામાં આવી છે.