પ્રાકૃતિક ખેતી: ઝીરો બજેટ ખેતી એટલે શું? જાણો
17-10-2024
આ પ્રકારના સંશાધનથી જીવ, જમીન અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.
- ઝીરો બજેટ ખેતીમાં જરૂરી સામગ્રી / સંશાધન બહારથી ન લેવાં.
- સંશાધન તૈયાર કરવા જરૂરી સામગ્રી પણ બહારથી ન લેવી.
- એક દેશી ગાય થકી ૩૦ એકર (૭૫ વીવા) માં ખેતી થઈ શકે.
ઝીરો બજેટ ખેતી શા માટે?
લાંબા સમયે હરિતકાંતી અને પાંત્રિકીકરણથી જમીન બગડી, પાકો, બિયારણો, પાણી, પર્યાવરણ વિગેરે દુષિત થવા અને પાકોની ગુણવતા બગડી, ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું. જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદક્તા ઉપર અસર થતાં ખેડુતોની મુશ્કેલીઓ વધી, ઉત્પાદન ખર્ચ વધ્યું, પાકમાં રોગ જીવાતનું પ્રમાણ વધ્યું પરિણામે પર્યાવરણ, મનુષ્ય, પ્રાણી ના સ્વાસ્થય ઉપર વિપરીત અસર થઈ. દેશની વધતી જતી વસતિને અન્ન પુરવઠો પુરો પાડવા થનિષ્ઠ પાક ઉત્પાદન પધ્ધતિઓ ને હિસાબે ઉભી થયેલ સમસ્યાઓથી જમીન, પાણી, પર્યાવરણ અને ખેતી દવારા ધતુ ઉત્પાદન ઝેરી તત્વોના અંશોવાળુ થવાથી મનુષ્યોમાં અસાધ્ય રોગોનું પ્રમાણ વધ્યુ અને રોગ પ્રતિકારકતા ઘટી છે. સુભાષ પાલેકરજીના મંતવ્ય મુજબ સરકાર, કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો અને કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સાચી સમજ કે માર્ગદર્શન પુરુ પાડેલ નથી. જેના હિસાબે હાલની ખેતીમાં ખરાબ પરિસ્થિતિ નિર્માણ થયેલ છે. જેથી જમીનને ફરી ફળદ્રુપ બનાવવા, ખેતી ઓછી ખચાળ કરવા, તંદુરસ્ત પાક ઉત્પાદન મેળવવા માટે ખેડુતોને સરળ અને સારી ખેતી પધ્ધતિ અપનાવવા માટે ઝીરો બજેટ ખેતી જ એક વિકલ્પ છે.
ઝીરો બજેટ ખેતીના મુખ્ય ધ્યેયો
- ઝીરો બજેટ ખેતીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બહારથી ન લાવતા ખેતરમાંથી તૈયાર કરી અને તેનો ઉપયોગ કરવો જેથી ખર્ચ ઘટે.
- ફક્ત દેશી ગાયના છાણ-મૂત્ર દવારા બનાવેલ જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરીને જમીની ફળદ્રુપતા વધારવી. - ઝીરો બજેટનો મુખ્ય ધ્યેય ગામનો પૈસો ગામમાં, ગામનો પૈસો શહેરમા નહીં, શહેરનો પૈસો ગામમાં, દેશનો પૈસો દેશમાં, વિદેશમાં નહી. જેનાથી આપણા ગામડાઓ સથ્થર બનશે અને ગ્રામ સ્વરાજનો ઉદેશ સિધ્ધ થશે.
હયુમસ (સેન્દ્રિય પદાર્થ)
કોઈપણ પાકની ઉપજ તે જમીનની ફળદ્રુપતા પર આધાર રાખે છે. આ ફળદ્રુપતા વધારવા માટે એક જૈવ-રાસાયણીક ચક્ર જરૂરી છે. જેમને હથુમસ કહેવાય છે. તેનું નિર્માણ કાષ્ઠ (સુકા લાકડાં) પદાર્થના વિઘટનથી થાય છે.
ઉત્પતિ: પાકની લણણી પછી જે સુકા અવશેષ વધે તેને મુખ્ય પાકની બે હાર વચ્ચે પાથરવાથી હયુમસનું નિર્માણ થાય છે.
કાષ્ઠ પદાર્થમાં આછાદન (મલ્ચીંગ) માટે શું શું લઈ શકાય?
કપાસની સાંઠી, ઓગાહ, શેરડીની પત્રી, એરંડાનો છોડ, કેળનો છોડ/પાન, ધાણાનો ભૂકો, મંદિરમાં નિકળેલા સુકા ફલ/શ્રીફળના છોતરા, શાકમાર્કેટમાં બચેલો કચરો, જૂના શણના કોથળાં, કોટનના કપડા.
નોંધ: ૧ કી.ગ્રા. યુમમ્સ ૬ લીટર પાણી હવામાંથી શોષે છે અને મૂળને આપે છે.
ખેડુતનો ખરો મિત્રઃ અળસીયા
6- શાસ્ત્ર અનુસાર દેશી અળસિયાના ૧૬ લક્ષણ છે.
મુખ્ય લક્ષણો
દેશી અળસીયુ માટી જ ખાય છે.
જો તેને માટી ન મળે તો બીજે જતું રહે અથવા જમીનમાં નીચે સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે છે.
દેશી અળસીયા જુદા-જુદા તાપમાનમાં પણ કામ કરી શકે છે.
અળસીયા ૨૪ કલાકની અંદર ૭ વખત જમીનમાં ઉપર આવે છે અને બીજા માર્ગેથી નીચે જાય છે.
આમ કુલ ૧૪ છીઠો બનાવે છે જેનાથી હવાની અવર-જવર ભરપુર પ્રમાણમાં થાય છે.
અળસીયાના મળમાં તેણે ખાધેલી માટી કરતાં
૭% વધારે નાઈટ્રોજન
૯૦ વધારે ફોરફરસ
૧૧: વધારે પોટાશ
5% વધારે ચૂનો
૮% વધારે મેગ્નેશીયમ
૧૦% વધારે સલ્ફર
ઉપરાંત જમીનને જરૂરી અન્ય સુક્ષ્મ તત્વો વિપુલ માત્રામાં હોય છે.
- સુભાષ પાલેકર