સૌરાષ્ટ્રમાં ડુંગળીના ઢગલા: ગોંડલ ૧૮ લાખ, રાજકોટમાં રેકોર્ડબ્રેક ૪૦ લાખ કિલોની આવક
3 દિવસ પહેલા
ગુજરાતમાં ૨૨.૪૬ લાખ ટન ડુંગળીનું મબલખ ઉત્પાદન
ગત ખરીફ અને રવી ઋતુમાં થઈને ગુજરાતમાં ૨૨.૪૬ લાખ ટન ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું હતું. ઓછા વિસ્તારમાં ડુંગળી વધુ પાકતી હોય છે. આ તૈયાર થયેલો માળની માર્કેટમાં પૂરજોશમાં આવક શરુ થઈ હોય અને પંજાબ, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજયોમાં સૌરાષ્ટ્રની ડુંગળીની નિકાસ થતી હોય સૌરાષ્ટ્રના પાર્ડો ડુંગળીથી છલકાઈ રહ્યા છે. તા.૧૬ના જામનગર હાપા વાર્ડમાં ૧૬ હજાર ગુણી, ગઈકાલે રાજકોટના માર્કેટયાર્ડના ઈતિહાસમાં રેકોર્ડબ્રેક ૪૦ લાખ કિલો ૨ લાખ મણની આવક થઈ હતી તો આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી ભાવતા વાહનોની ૮ કિ.મી.લાંબી કતારો લાગી હતી અને ૧૮.૧૩ લાખ કિલો (૩૯, ૨૫૦ ગુણી, ૯૦ હજાર મણથી વધુ) આવક નોંધાઇ છે.
ડુંગળી ચોમાસા- શિયાળા બન્ને ઋતુમાં પાકે, ગત વર્ષે હેક્ટર દીઠ ૨૮ હજાર કિલોની ઉપજ મળી હતી
ગુજરાતમાં ડુંગળીનો પાક ખરીફ અને રવિ બન્ને ઋતુમાં લેવાતો હોય છે પરંતુ, ખરીફ અર્થાત્ ચોમાસાની ઋતુમાં તે ઘણો વધારે હોય છે. ગત વર્ષ ઈ.સ.૨૦૨૩- ૨૪દરમિયાન ખરીફ ઋતુમાં ૯૯, ૧૮૦ હેક્ટરમાં વાવેતર થયું હતું અને ૧૯.૫૦ લાખ ટનનું ઉત્પાદન થયું હતું. જયારે ગત શિયાળામાં રવી ઋતુમાં ૧૦,૮૧૦ હેક્ટરમાં વાવણી થઈ હતી ૧ અને ૨.૯૭ લાખ ટન ઉત્પાદન સાથે કુલ વર્ષમાં એકંદરે રાજ્યમાં ૮૦ હજાર હેક્ટરમાં ડુંગળીના બીજ રોપાયા હતા જેમાં ૨૨.૪૯ લાખ ટનનો મબલખ ઉત્પાદન થયું હતું.
ગોંડલ, રાજકોટમાં આશરે ૧૫૦૦થી વધુ વાહનોમાં ડુંગળી લાવવામાં આવી હતી જે વાહનોની દસ- બાર કિ.મી.લાંબી કતારો પાર્ડની આસપાસના મુખ્ય હાઈવે પર થતી હોય છે. રાજકોટ પાર્ડના સૂત્રોએ જણાવ્યું કે યાર્ડના ઈતિહાસમાં પ્રથમવાર આટલી ડુંગળી એક દિવસમાં આવી છે, આ માલની ઉતરાઈ થતા આશરે ૧૮ કલાકનો સમય લાગ્યો હતો.
રાજકોટ, ગોંડલમાં ડુંગળી લાવતા સેંકડો વાહનોની લાગતી કતારોઃ મગફળીનાં ૫૮ લાખટન ઉત્પાદન સાથે તેની પણ ઢગલાબંધ આવક
સૌરાષ્ટ્રમાં હાલ જે ડુંગળીના ઢગલા થાય છે તે લાલ ડુંગળી જ હોય છે. સફેદ ડુંગળીની આવક તો તદ્દન નહીવત હોય છે. પરપ્રાંતમાં માંગ રહેતી હોવાથી ચારેક દિવસ પહેલા સુધી તો ખેડૂતોને પ્રતિ મણ રૂા.૧૨૫થી મહત્તમ ૭૫૦ સુધી ભાવ મળતા હતા. હાલ આવક વધવાની સાથે આજે રાજકોટ, ગોંડલમાં એકંદરે ભાવ પ્રતિ મણ ઘટીને રૂ।. ૧૦૦થી ૫૦૦ મળ્યા હતા.