હવે ખેડૂતોને આ યોજના અંતર્ગત મળશે દર મહિને 3000 રૂપિયા... જાણો કઈ રીતે કરશો અરજી ?
28-09-2024
• સરકાર દ્વારા ખેડૂત માટે અનેક લાભકારક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. એમાંની આ એક યોજના એટલે " પીએમ કિસાન મંધાન યોજના"
• આ યોજના અંતર્ગત સરકાર દ્રારા ખેડુતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે.
• આ યોજનામાં 60 વર્ષથી વધું ઉંમરના ખેડુતોને કેન્દ્ર સરકાર દ્રારા દર મહિને 3000 રૂપિયા ઍટલે કે વાર્ષિક 36.000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે.
• આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે.
- સરકાર દ્વારા નાના ખેડુતોને લાભ આપવામાં આવે છે. જેમની પાસે 2 હેકટરથી ઓછી જમીન છે.
• આ યોજનાનો લાભ લેવા માટે ઉંમર 18 થી 40 વર્ષની હોવી જોઈએ અને દર મહિને 55 થી 200 રૂપિયા ( ઉંમર પ્રમાણે) નું યોગદાન આપવું પડશે. ત્યાર બાદ 60 વર્ષ થવા પર તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે.
• ખેડૂતનું જો અવસાન થાય તો 50 ટકા રકમ તેમના પત્નીને આપવામાં આવે છે.
• જો લાભાર્થી 10 વર્ષથી ઓછા સમયમાં યોજનામાંથી બહાર નીકળી જાય તો તેને બચત ખાતામાં વ્યાજ દર સાથે જમા રકમ ચૂકવવામાં આવે છે.
• જો લાભાર્થી 10 વર્ષથી ઓછા સમયમાં યોજનામાંથી બહાર નીકળી જાય પરતું તેની ઉંમર 60 વર્ષ ના થયા હોય તો પેન્શન ફંડમાં જમા વ્યાજ અથવા બચત ખાતામાં વ્યાજ જે વધું હોય તે ચૂકવવામાં આવે છે.
• ક્યાં ખેડુતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
- NPS માં ફાળો આપતા ખેડૂતો
- 2 હેકટરથી વધારે જમીન ધરાવતા ખેડૂત
- EPFO અને ESICN નો લાભ લેનારા ખેડુતોને તેનો લાભ મળતો નથી
• અરજી કઈ રીતે કરી શકાય
- CSC સેન્ટર પર જઈ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવું
- આધાર કાર્ડ અને સેવિંગ એકાઉન્ટ નંબર દ્રારા રજીસ્ટ્રેશન
- ખાતામાંથી ઓટો ડેબિટ ફરજીયાત
- ત્યાર બાદ કિસાન પેન્શન એકાઉન્ટ નંબર જનરેટ થશે
- ત્યાર બાદ કિસાન કાર્ડ પ્રિન્ટ કરવામાં આવશે..
આ રીતે સંપૂર્ણ યોજનાનો લાભ ખેડૂત મિત્રો લઈ શકો છો...