હવે વૃક્ષોપનિષદ અને વૃદ્ધોપનિષદ રચવાની જરૂર છે: મોરારિબાપુ
20 દિવસ પહેલા
વૃદ્ધો અને વૃક્ષોને કથા અર્પણ કરી રાજકોટમાં કથાનો કરાયો વિરામ
અહીંના રેસકોર્સના મેદાનમાં વૃદ્ધાશ્રમ અને વૃક્ષોના પરમહિતઠાજે રામાયણી પૂ.મોરારિબાપુના શ્રીમુખે યોજાયેલી રામચરિત માનસ કથાએ આજે નવમાં દિવસે વિરામ લીધો હતો. આ તકે વ્યાસાસનેથી રામાયણના ઉતરાર્ધની બાકી કથાની ગંગા વહાવી રામના વનગમનથી લઈ રાવણના વધ સુધીની કથાને આજના યુગની સાથે વ્યાખ્યાયિત કરતા આગળ ધપાવી રામના અર્થોધ્યામાં પુનરાગમન તેમજ રાજ્યાભિષક સુધીની કથાનો રસાસ્વાદ કરાવી શ્રોતાઓને ભક્તિ રસતરબોળ કરી દીધા હતા. આજે વક્તા અને શ્રોતાઓને નવ દિવસ કેમ વિતી ગયા એનો ખ્યાલ જ ન રહ્યાની અનુભૂતિ થઈ હતી. કથા દરમિયાન કેટલાક પ્રસંગોએ બાપુની આંખો સજળ બનતી હતી. કથાને અંતમાં વૃદ્ધો અને વૃક્ષોને અર્પણ કરી કથાને વિરામ આપ્યો હતો.
વૃક્ષો ઔષધિ છે અને વૃદ્ધો કૌટુંબિક ઔષધિ: રામાયણ એ તમામે અનુભવીને અનુસરવાની- ત્યાગ અને સમજનાં મહિમાગાનની કથા છે
ઓજુથી કથામાં જટાયુની શહીદી, હનુમાનનો લંકામાં પ્રવેશ, લંકાદહનસેતુબંધ રામેશ્વરની સ્થાપનાથી લઈ રાવણને મોક્ષ અને વિભિષણને રાજ ગાદી વગેરે વિષયોને આગળ ધપાવવાની સાથે એક ખાસ - ચિતાકર્ષક પ્રસંગ કહ્યો હતો એમાં કહ્યું હતું કે રામચંદ્રજીને સૌ અયોધ્યામાં આવ્યા પછી સૌ પહેલા કૈકેઈને જ મળ્યા હતા યા અને એમના વિષાદને દૂર કર્યો હતો. (અહી એવો અર્થ કરી શકાય કે જેના મળ્યું હોય | દ્વારા દુઃખ એના પ્રત્યે પણ કોઈ કુભાવ ન રાખવો જોઈએ અને એમની સાથે પ [પણ સદવ્યવહાર કરવો જોઈએ. ભરતજીના ભાઈચારાની પણ બાપુએ ભખુબી પ્રસ્તુતિ કરી હતી. ભરતજી કહે છે કે રાજગાદી મારા માટે કુપથ્ય છે. હું પદનો માણસ નથી. પાદુકાનો સેવક છું. આજે કથા દરમિયાન સાધુઓના લક્ષણો કહ્યા હતા. આ ઉપરાંત સમાજના ઉપલક્ષ્યમાં રૂપકો કહીને કર કહ્યું હતું ? શું કે ગાયનું દૂધ ઔધષી - વૃદ્ધો માવતરો આપણી કૌટુંબિક ઔપથી છે, વૃક્ષો ઔધ્ધી છે. હરિનું નામ ક ઔષધી છે. બુદ્ધપુરૂષનો સ્પર્શ, વાલી, ઔષધી છે. વાત્સલ્ય એક ઔષધી છે. રૂપ પણ ઔષધી છે. સાધુ પણ સમાજ માટે ઔષપીરૂપ છે. ભલે રામ કથા કરુણરસની કથા હોય પણ રામસીતાના દાંપત્યને સમજવું જોઈએ. અતિ વૈભવ સુખ દુઃખના બીજ છે. રામાયણમાં અરણ્યકાંડ એ સંતની કથા છે. સુંદરકાંડ ગ્રંથ કથા છે. લંકા કાંડ સંપર્ષની કથા છે. ઉત્તરકાંડ શાંત કથા છે. રામનું સમગ્ર જીવન પણ એક આદર્શ જીવનની કથા છે. રામાયણ એ દરેક જીવમાત્રે અનુભવવાની અને ને અનુસરવાની કથા છે એમાં ત્યાગ અને સમજની કથા છે.
સદભાવના વૃદ્ધાશ્રમના ઉપક્રમે નિઃસંતાન, નિરાધાર, પથારીવશ, બીમાર અને લકવાગ્રસ્ત વડીલ માવતરોને વડલા જેવો સહારો મળે એ માટે જામનગર રોડ પર ૩૦ એકર જેટલી વિશાળ જગ્યામાં ૧૪૦૦ રૂમોનું સંકુલ ૩૦૦ કરોડના માતબર ખર્ચે મની રહ્યું છે. તેમાં ૫૦૦૦ નિરાધાર લોકોને સમાવવાનો આ પ્રકલ્પ છે. આ ઉપરાંત ૧૫૧ કરોડ વૃક્ષોને ઉછેરીને ગ્રીન ઈન્ડિયાનો અભિગમ છે. જેના લાભાર્થે કથા યોજાઈ હતી. તેમાં દાતાઓ અપાઢના વરસાદની જેમ વરસી પડ્યા હતા.
જલારામ બાપા અને રણછોડદાસજી બાપુના આશીર્વાદ સાથે રાજકોટમાં વૃક્ષક્રાંતિ સર્જાશે
બાપુએ કથામાં આજે કહ્યું હતું કે આજે રામકથાનો વિરામ થયો છે પણ સમાપન થયું નથી. વૃક્ષારોપણ પ્રવૃત્તિ છેક લેંડન આફ્રિકા સુધી પહોંચી છે. મને બહા છે કે મારા કલાવર્સ (ફોલોઅર્સ) પાંચ પાંચ વૃક્ષો જરૂર વાવશે. રાજકોટમાં જલારામ બાપા અને રણછોડદાસ બાપુના આશીર્વાદ સાથે વૃક્ષકાંતિ સર્જશે. સહભાવના ટ્રસ્ટના વિજયભાઈ ડોબરિયાના સેવા કાર્યને અનુમોદના આપતા કહ્યું હતું કે તે બહુ ઓછું! બોલે છે. એમને રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મળવું જોઈએ એમને ધમેથીથી નવાજવા! ।જોઈએ. રામાયણ શીખવેલ વે છે કે સમન્વય થાય (તા. સંઘષ ના કરવો, ભગવાન રામ [છે કે મારૂ કામ સંવાદ સુંગમ અને સમન્વયનો સેતુ સ્થાપનાનો છે. રામકથાનો સાર સત્ય, પ્રેમ અને કરૂણા છે. . પરમાત્માનંદ સરસ્વતીજીએ સમગ્ર ગ્ર રાજકોટને સંબોધન કર્યું હતું કે રાજકોટ હવે રંગીલું નહી રામમય કહેવાશે. તેઓએ સદભાવના વૃદ્ધાશ્રમ વતી કથાગાન માટે બાપુનો આભાર રવ્યકત કર્યો હતો. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના વજરાજકુમાર મહોદય વૃક્ષારોપણને અનુમોદન આપ્યું હતું. કથામાં બાપુએ કહ્યું !હતું કે હવે વૃક્ષોપનિષદ અને વૃદ્ધોપનિષદ રચવાની જરૂર છે. સૌ હાથ ભલે કમાઓ પણ વૃદ્ધો વૃક્ષો માટે હજાર હાથે દાન આપો એવી બાપુએ હાકલ કરી હતી.