રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઇ માટે નર્મદાનું પાણી અપાશે
22-11-2024
બંને ઝોનમાં કુલ 30504 એમ.સી.એફ.ટી.પાણી ફાળવવા નિર્ણય
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના રવિ મોસમના પાક વાવેતર માટે પુરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું ૩૦૫૦૪ એમ.સી.એફ.ટી.પાણી ખેડૂતોને ફાળવવાનો નિર્ણય કરવામાં આવે આવ્યો છે.
૧૫મી માર્ચ ૨૦૨૫ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ૬૦ હજાર જમીનને સિંચાઈ તેમજ પીવાના પાણીનો લાભ થશે
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદહન ઉદવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિષ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના આ પાણીની ફાળવણી કરવામાં આવી છે.
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૬૯૩૭ એમ.સી.એફ.ટી. તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૩૮૬૭ એમ.સી.એફ.ટી. મળી કુલ ૩૦૫૦૪ એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી ૧૫મી માર્ચ ૨૦૨૫ સુધીના સમયગાળા માટે ફાળવવામાં આવશે. નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના ૯૫૨ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમ થકી અંદાજે ૬૦ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે