ખાદ્યતેલોમાં મિશ્ર હવામાનઃ વિશ્વ બજારમાં ભાવ ઉંચકાયા

23 દિવસ પહેલા

Top News

સૌરાષ્ટ્ર ગોડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૨૫

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટ વચ્ચે અથડાતા રહ્યા હતા. નવી માગ પીમી હતી. મહિનાની આખર તારીખો વચ્ચે વેપાર પીમાં હતા. નવી માગ હવે ડિસેમ્બરના આરંભના દિવસોમાં નિકળવાની ગણતરી બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. કરમિયાન, મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોદીઠ ભાવ સિંગતેલના રૂ. ૧૪૭૦ તથા કપાસિયા તેલના રૂ. ૧૩૩૦ વાળા રૂ.૧૩૧૦ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ગોડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૨૫ તથા કોટન વોશના ભાવ રૂ. ૧૨૨૦થી ૧૨૩૦ રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ આવાતી પામતેલના ભાવ રૂ.૧૩૩૫ રહ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ રિફાઈન્ડના રૂ.૧૩૨૫ રહ્યા હતા. સન હલાવરના ભાવ રૂ.૧૩૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૮૦ બોલાતા હતા. મસ્ચર્ડ-સરસવ તેલના ભાવ રૂ. ૧૩૯૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૮૦ ભોલાતા હતા. મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ.૧૩૯૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૯૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના હાજર ભાવ તથા હાજર એરંડાના ભાવ આજે શાંત હતા. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાંટનના ભાવ સોયાખોળના રૂ. ૩૦૦ નરમ રહ્યા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા.

ગાંધીધામ સૌયાતેલ રિફાઈનના ભાવ રૂ.૧૨૯૫ જાન્યુઆરી ડિલીવરીના રહ્યા હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ ફોરવર્ડના રૂ.૧૩૨૦થી ૧૩૩૦ રહ્યા હતા. કંડલા ડિગમના ભાવ જાન્યુઆરીના રૂ.૯૭૦ તથા ફેબ્રુઆરીના રૂ.૯૬૦ રહ્યા હતા. નવી મુંબઈ બદરે આરબીડીના ભાવ રૂ.૧૩૫૦ તથા કંડલા આરબીડીના ભાવ રૂ. ૧૩૩૦ દસ દિવસની ડિલીવરીના રહ્યા હતા. તુર્કીએ સનફલાવર સીડની આયાત પરની ડયુટી દૂર કર્યાના વાવડ હતા, અમેરિકામાં સોયાબીનનું ક્રશિંગ પિછાણ વધ્યાની ચર્ચા હતી. ચીનના બજારોમાં આજે સોયાતેલતથા પામતેલના ભાવ ઉંચકાયા હતા. મસ્ટર્ડસરસવની આવકો આજે રાજસ્થાનમાં ૧ લાખ ગુણી જ્યારે ઓલ ઈન્ડિયા આવકો ૨ લાખ ગુણી આવી હતી.

રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ.૭૫ થટી રૂ.૬૫૫૦થી ૬૫૭૫ રહ્યા હતા. મુંના હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૩૧૫થી ૧૩૨૫ તથા સોયાતેલના રૂ.૧૨૭૦થી ૧૨૮૦ અને સનફલાવરના રૂ.૧૩૭૫થી ૧૩૮૫ રહ્યા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates