ખાદ્યતેલોમાં બે તરફી વધઘટ વચ્ચે મિશ્ર વલણઃ વૈશ્વિક પામતેલ ઉંચકાયું.

19-06-2025

Top News

ક્રૂડ પામ ઓઇલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં કરાયોલા ઘટાડો પાછો ખેંચવા કેન્દ્ર સરકારને વિનંતી

મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ આયાતી પામતેલના રૂ. ૧૨૦૦ રહ્યા હતા. સિંગતેલના ભાવ વધતા અટકી રૂ.૧૪૨૦ના મથાળે શાંત હતા. કપાસિયા તેલના ભાવ રૂ.૧૩૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૧૨૮૦| તથા રિફાઈન્ડના ભાવ રૂ.૧૩૫૦ રહ્યા હતા જ્યારે મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ વધી રૂ. ૧૪૪૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૭૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના હાજર ભાવ આજે વધુ રૂ.૩ ઘટતાં હાજર એરંડાના ભાવ કિવ.ના વધુ રૂ.૧૫ નરમ રહ્યા હતા. જ્યારે એરંડા વાયદા બજારમાં આજે ભાવ રૂ.૧૫થી ૧૬ ઉંચા બોલાતા રહ્યાના નિર્દેશો મળ્યા હતા.

મુંબઈ ખોળ બજારમાં આજે ટનના ભાવ સોયાખોળના રૂ. ૨૦૦થી ૨૫૦ ઘટયા હતા જ્યારે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન, કંડલા ખાતે પામોલીનના ભાવ રૂ.૧૧૭૦ રહ્યા હતા. મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીીના ભાવ આયાતી પામતેલના રૂ.૧૧૭૫થી ૧૧૮૫ તથા સોયાતેલના ભાવ રૂ.૧૨૦૦થી ૧૨૧૦ રહ્યા હતા. સનફલાવર તેલના ભાવ રૂ.૧૩૮૫ રહ્યા હતા. મધ્ય-પ્રદેશમાં સોયાતેલ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૧૧૭૦થી ૧૧૮૫ રહ્યા હતા. સૌરાષ્ટ્ર-ગોંડલ ખાતે સભાવ સિંગતેલના રૂ.૧૩૭૫ તથા કોટન વોશ્ડના રૂ.૧૨૦૦થી ૧૨૦૫ બોલાઈ રહ્યા હતા.

ચીનના બજારોમાં આજે પામતેલ તથા સોયાતેલના ભાવ ઉંચા બોલાતા હતા. દરમિયાન, સરકારે તાજેતરમાં ક્રૂડ પામ ઓઈલ સીપીઓની ઈમ્પોર્ટ ડયુટીમાં ૧૦ ટકાનો ઘટાડો કર્યો છે તથા આવો ઘટાડો પાછો ખેંચી લેવાની વિનંતી આંધ્રપ્રદેશ સરકારે ન્દ્ર સરકારને કરી હોવાના સમાચાર મળ્યા હતા. ભારતમાં પામની કુલ ખેતીમાં આંધ્રપ્રદેશનો હિસ્સો ૫૦ ટકાથી પણ વધુ રહ્યો છે. આંધ્રમાં આશરે પાણો બે લાખ જેટલા ખેડૂતો સઆશરે અઢી લાખ હેકટર્સમાં હાલ પામની ખેતી કરી રહ્યા છે. ડયુટી ઘટતાં આ ખેડૂતોને ફટકો પડયો છે. એવું આંધ્ર સરકારે જણાવ્યું હતું.

અમેરિકાના કૃષ્ણ બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૪૨ પોઈન્ટ વધ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ ૩૨ પોઈન્ટ ઘટયા હતા. ત્યાં સોયાખોળના ભાવવ ૧૪ સપોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, દેશમાં વરસાદના આરંભ વચ્ચે ખરીફ પાકના વાવેતરમાં પણ પ્રગતિ જોવા મળી છે. તથા ૧૩જૂનના આંકડા મુજબ વિવિધ કૃષી ચીજોનું કુલ ખરીફ વાવેતર વધી ૮૯.૨૯ લાખ હેકટર્સમાં થયું છે જે ગયા વર્ષે આ ગાળામાં ૮૭.૮૧ લાખ હેકટર્સમાં નોંધાયું હતું.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates