સૌરાષ્ટ્રમાં ‘વણજોઈતા મહેમાન' તરીકે આવેલા મેઘરાજાએ ખેડૂતોને રડાવી દીધા
16-10-2024
છેલ્લા ચાર દિવસથી વરસેલો વરસાદ મેઘકહેર તરીકે ઓળખાયો
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી વણનોતયાં મહેમાન તરીકે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પડાવ નાંખ્યો છે. જેના કારણે ઠેરઠેર ભારે વરસાદ વરસ્યો છે. આ વણજોઈતા વરસાદના કારણે ખેડૂતોની દશા માઠી થઈ ગઈ છે. ખેતરમાં કાઢીને ઢગલા કરેલા પાથરાઓ ઉપર વરસાદ વરસતા મગફળીના પાકને ખરાબ અસર થઈ છે. એક બાજુ મજુરોની અછત છે એમાં આ મગફળીના પાથરીને કેમ સુકવવા અને ક્યારે પ્રેસરમાં નાંખીને મગફળીના ડોડવાને છુટા પાડવા સહિતની સમસ્યાઓ ખડી થઈ છે. ટૂંકી ખેતીવાળા ખેડૂતોને તો મોઢામાં આવેલો કોળિયો જ જાણે કે ઝુંટવાઈ ગયો પો હોય એવી ો હાલત થઈ છે.હાલ ખેડૂતો રડી રહ્યા છે. અને સૂરકાર પાસે વળતરની અપેક્ષા રાખી રહ્યા છે.
જમીનમાંથી કાઢેલો મગફળીનો પાક સડી ગયો, કપાસ ઊંધો વળી ગયો, કઠોળના પાકને કરોડો રૂપિયાનું નુકસાન, સરકાર પાસે વળતરની માગણી
લોધિકાથી મળતા અહેવાલ મુજબ, ડાંગરવાઠા અને આસપાસના ગામોમાં રોજ ૩ થી ૭ ઇિંચ વરસાદ વરસી જાય છે. જેના કારણે મગફળી સડી ગઈ છે. તેમજ કઠોળ પાક અને અન્ય તૈયાર પાક બગડી ગયો છે. આ બાબત સરપંચ રામજીભાઈ છેલવાડીયાએ સરકારને પત્ર પાઠવી તાકિદે કૃષિ સહાય પેકેજ જાહેર કરવાની માગણી કરી છે. ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ વરસતા કરોડો રૂપીયાનો ઊભો મોલ બગડી ગયો છે. અહીં મગફળી કઠોળ પાક, કપાસને ખુબજ નુકસાન થયું છે. કેટલીય જગ્યાએ પશુઓ પણ ન ખાય એવી હાલત થઈ છે. આવા સંજોગોમાં સરકાર વહારે આવે એવી માગણી થઈ છે. કોટડાસાંગાણીના રામોદમાં છેલ્લા ત્રણ દિવસથી પડેલો છ ઈંચ વરસાદે ખુબજ નુકસાન કરી દીધું છે. અહીં કપાસ મગફળી અને ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. પાથરા ઉપર પાણી પડતા મગફળી ઉગવા લાગી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અહેવાલ મુજબ આ પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસેલા વરસાદના કારણે આગોતરા અને પાછોતરા બન્ને વાવેતરો માટે માવઠું નુકસાનદાયક સાબિત થયું છે. અતિવૃષ્ટિમાં કપાસનો એસી ટકા પાક નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત મગફળી અને અન્ય તમામ જણસીઓ બગડી ગઈ છે જેનું નુક્શાન કરોડો રૂપિયામાં થવા જાય છે. હાલ તો વરસાદ દીવાળી પહેલા હોળી કરી છે. આ બાબતે પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં આજે બુધવારે ખેડૂતોની વિશાળ હાજરીમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. કાલાવડતાલુકાના મોટી વાવડી, નવાગામ, પુનધોરાજી, માછરડા, જામવાડી, છતર, પાંચ દેવડા, સહિતના તાલુકાના તમામ ગામોમાં વરસાદે તભાની મચાવી દીધી છે. ખેડૂતોના મગફળી, કપાસ, ડુંગળી, સોયાબીન, તલ સહિતના પાક તહસનહસ થઈ ગયા છે. ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
છેલ્લા દસ વર્ષથી વરસાદે એમની પેટને બદલાવી નાંખી છે. નિયત સમય કરતા મુળભૂત ચોમાસુ જાહેર થયા પછી પણ એક માસ જેટલું મોડુ શરૂ થાય છે. જેના કારણે ચોમાસુ પુરૂ થયાની જાહેરાત થઈ ગયા પછી પણ કમોસમી વરસાદ ખાબકે છે. જે ખેડુતોની હાલત કફોડી કરી નાંખે છે. ખેડૂતો મોટા ભાગે ભીમ અગિયારસના શુકનવતા વાવણા કરવાનો મત ધરાવે છે. પણ છેલ્લેછેલ્લે પાછોતરો વરસાદ બહુ જ કનેડે છે.
સૌરાષ્ટ્રમાં ચાર દિવસથી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પડેલા પાથરાઓ તણાઈ જવાની ઘટનાઓ બની છે. તેમજ પાથરાપલળી જવાના બનાવો બન્યા છે. આ ઉપરાંત તુવેર સોયાબીન કપાસના પાકને ભારે નુકસાન થયું છે. એક બાજુ શિયાળુ પાક થાયચા માટે સમયસર ખેતરો ખાલી કરવાની ઉતાવળ હોય છે.હાલ જે સૌરાષ્ટ્રમાં ખેતી કરનારા મજૂરોની તીવ્ર અછત છે મેનપાવર ઓછો પડે છે. એમાં વરસાદે મોકાલ કરતા ખેડુતોની માનસિક હાલત બગડી ગઈ છે. નજર સામે ભારે નુકસાન થતા ખેદ્ર તોને રડવાનો વારો આવ્યો છે. આવા સંજોગોમાં ખેડૂતોને તાકિદે વીંધા દીઠવળતર આપવું જોઈએ અને ખેડુત મિત્ર સરકાર છે એવી પ્રતીતિ કરાવવી જોઈએ.