સરકારના રાહત પેકેજ સામે અસંતોષ સાથે બામણાસામાં ખેડૂતોની મહાપંચાયત
25-10-2024
દિલ્હી કિસાન આંદોલનવાળા યોગેન્દ્ર યાદવ,બજરંગ પુનિયાનું આગમન
ઘેડ પંથકમાં અતિશય વરસાદથી ખેડૂતોને પારાવાર નુક્શાની સામે સરકારે જાહેર કરેલું રાહત પેકેજ માત્ર દેખાડો છે અને તેનાથી ખેડૂતોને સહાય મળે તેમ નથી તેવી રોષ સાથે આવતીકાલ તા. ૨૫ના કેશોદ તાલુકાના બામણાસા ગામે ગુજરાતના સંયુક્ત કિસાન મોરચા દ્વારા ખેડૂત ખેડૂત મહાપંચાયતનું આયોજન માતા રાયોને વાચા આપવાના આ કાર્યક્રમમાં કુસ્તીમાં આંતરરાષ્ટ્રીય સ્થળે ગોલ્ડમેડલ જીતનાર ખેડૂત પુત્ર બજરંગ પુનિયા અને દિલ્હીમાં કિસાનોના પ્રશ્નો ઉઠાવનાર રાષ્ટ્રીય કિસાનમોરચાના કન્વીનર યોગેન્દ્ર યાદવ હાજરી આપવા આજે તેઓ અત્રે આવી પહોંચ્યા છે.
રજૂઆતના બે માસ છતાં ખેડૂતોનો ભાવ ન પુછ્યો, હવે ખેડૂતો મેદાને પડતા ઘેડપંથક માટે ગ્રામસભા યોજી
ખેડૂતો લાંબા સમયથી (1) ભાદર, ઉબેણ, ઓઝત, સાબરી વગેરે નદીઓમાં છોડાતા કેમીકલ કચરો અટકાવવા (૨) પેડ પંથક માટે ખાસ વિકાસ નિગમ રચવા અને આ વર્ષે રૂા.૧૦ હજાર કરોડનું પેકેજ આપવા (૩) ચાલુ વર્ષે અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકશાન સામે તમામ ખેડૂતોને પુરતી સહાય આપવા (૪) લીલો દુષ્કાળ જાહેર કરીને તેના લાભો આપવા (૫) જૂલાઈમાં ખેડૂતોપાસે ફરજીયાત ભરાવેલા બીનપિયતના ફોર્મમાં પિયત પાકોનું વળતર આપવા (૬) ઈકો સેન્સીટીવ ઝોન નાબુદ કરવા (૭) આ જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા (૮) પાક પિરાણ માફ કરવા સહિતની માંગણીઓ કરી રહ્યા છે જેને બુલંદ બનાવવા હવે આંદોલનનો માર્ગ અપનાવાયો છે.
ઘેડ વિસ્તારના ખેડૂતો માટે સહાય પેકેજ, દેવા માફી સહિતની માંગઃ રાજકોટમાં ખેડૂતોનું કલે. કચેરીએ બળદગાડામાં જઈ વિરોધપ્રદર્શન
આ પહેલા તા.૨૯ જૂલાઈનાખેડૂતોએ સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆત કરી હતી ત્યારે કલેક્ટરે સ્થળ તપાસની ખાત્રી આપી હતી પરંતુ, આશરે પોણા ત્રણ માસનો સમય વિતવા છતાં આ અન્વયે કાર્યવાહી કરી નથી અને હવે જયારે ખેડૂતોએ આંદોલનનું રણશિંગુ ફૂંકક્યું છે અને આવતીકાર્લ મહાપંચાયત ભોલાવી છે ત્યારે સરકારી સામ આવ્યા દિવાસે અખીને મોસિકારો છતી કરી છે તેમ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતુ. બીજી તરફ, સૌરાષ્ટ્રમાં અન્યત્ર પણ છૂટાછવાયા આંદોલન જારી રહ્યા છે.