ફેસબુકમાં જાહેરાત જોઈ ટ્રેક્ટર ખરીદવા જતા દોઢ લાખ ગુમાવ્યા

21 દિવસ પહેલા

Top News

સાવલીના ખેડૂત સાથે ઠગાઇ

વડોદરા,શનિવાર ફેસબુક પર જાહેરાત જોઈને સેકન્ડ હેન્ડ ટ્રેક્ટરની ખરીદી કરવા જતા સાવલીના ખેડૂતે દોઢ લાખ ગુમાવ્યા હતાં. તારાપુરના બે ભેજાબાજ સહિત ત્રણ શખ્સોએ ઠગાઈ કરતા પોલીસે ત્રણેની શોધખોળ હાથ ધરી છે.

તારાપુર અને આણંદના ત્રણ ભેજાબાજો પૈસા લઈને રફુચક્કર થઈ ગયા

મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકાના ખોરાલાગામના મૂળ વતની પરંતુ હાલ સાવલીમાં રહેતા યોગેશ ભુરાભાઈ ધનગરે સાવલી પોલીસ સ્ટેશનમાં અનવર મુસ્તાક વ્હોરા રહે.વિસધારા પાછળ, તારાપુર), રફીક (રહે.રોયલપાર્ક સો., ભાલેજરોડ, આણંદ) અને હુસેનભાઈ નામના શખ્સ સામે સાવલી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેતીકામ કરું છું.ત્રણ મહિના પહેલા ફેસબુકમાં અનવર વ્હોરાના આઈડી પર સેકન્ડ હેન્ડ ગાડીના વેચાણના ફોટા જોતા મારે ટ્રેક્ટર અને ફોર વ્હિલ ગાડી લેવાની હોવાથી સંપર્ક કર્યો હતો. બાદમાં તેઓ સાવલીમાં મળ્યા હતા અને એક જૂનું ટ્રેક્ટર બતાવ્યું હતું. આ ટ્રેક્ટરની કિંમત રૂા.૩.૧૧ લાખ નક્કી કરી રૂા.૧૫૦ લાખ બાના પેટે રોકડ લીધા હતાં. બાદમાં ટ્રેક્ટરના માલિક સાથે કરાર કરવાના બહાને ઓડ ખાતે બોલાવી પૈસા લઇને ત્રણે ભાગી ગયા હતાં.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates