ખંભાળિયામાં રવી પાક માટે ખાતર લેવા 300 ખેડૂતોની લાંબી કતાર
20-11-2024
સરકારનાં ‘અચ્છે દિન’ના બણગા વચ્ચે ‘બૂરે દિન’નો અહેસાસ
ખંભાળિયામાં હાલ રવિપાકની વાવણી સમયે જ ખાતરની તિવ્ર અછત સર્જાઈ હોવાથી દરરોજ વહેલી સવાર માંખાતર ડેપો ખાતે ૩૦૦ જેટલા ખેડૂતોની લાંબી કતારો લાગે છે. ખંભાળિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રાસાયણિક ખાતરની વ્યાપક અછત વર્તાાઈ રહી હોવાથી હાલ શિયાળુ મોસમને ધ્યાને લઈને ખાતરનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ય બને તેવી માંગ ખેડૂતોમાં ઉઠી છે.
દરરોજ સવારે પાંચ વાગ્યે ખાધા-પીધા વગર ખાતરની લાઈનમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર, કિસાન અગ્રણીઓ નિષ્ક્રીય હોવાનો બળાપો
ખંભાળિયા તાલુકામાં તાજેતરની ચોમાસાની મોસમનો પાક મહદ અંશે લભાઈ ચૂક્યો છે અને કેટલાક ખેડૂતો માટે આચોમાસાની મોસમ નબળી તેમજ ક્યાંક નિષ્ફળ બની છે. ત્યારે આગામી દિવસોમાં શિયાળુ પાકના થનાર વાવેતર માટે અનિવાર્ય એવા ખાતરનો જથ્થો મેળવવા માટે ખેડૂતો જુદા જુદા કેન્દ્રોમાં દોડધામ મચાવી રહ્યા છે. જેમાં અનેક સ્થળોએ ખાતરનો જથ્થો ન હોવાથી પરતીપુત્રોને ખૂબ જ હાલાકીનો સામનો કરી કરવો પડી રહ્યો છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા જણાવાયા મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી તેઓ અહીંના ખાતર કેન્દ્રોમાં જઈ રહ્યા છે. પરંતુ તેઓને પૂરતા પ્રમાશમાં ખાતર મળતું નથી.
આજે સવારે અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં ખાતર લેવા માટે આશરે ૩૦૦ જેટલા ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી હતી. અહીં ખેડૂતો દ્વારા હાલ સરકારના અચ્છે દિનષ બણગા વચ્ચે હાલ તેઓ બુરે દિન આવ્યા હોવાનો અહેસાસ કરતા હોવાની હૈયા વરાળ ઠાલવી રહ્યા હતા., દરરોજ ખેડૂતો ખાધા પીધા વગર વહેલી સવારે પાંચેક વાગ્યાથી ખાતર મેળવવા માટે લાંબી લાઈનમાં ઉભી જાય છે. પરંતુ તેઓને ખાતર મળતું નથી. મત મેળવવા માટે દોડાદોડી કરતા નેતાઓ ખેડૂતોના આ મહત્વના પ્રશ્નો ખૂબ જ નિષ્ક્રિય હોવા સહિતના બળાપા સાંભળવા મળ્યા હતા.
આમુદે અહીંની પ્રથમ હરોળની સંસ્થા સવીદય જૂથ સેવા સહકારી મંડળીના ડાયરેક્ટર જયંતીભાઈ નકુમ એ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ૧૨-૩૨-૧૧ વિગેરે ખાતરની ખૂબ જ છત છે. ઉપરથી માલની આવક નથી. ખેડૂતોની મુશ્કેલીઅમી સમજી શકીએ છીએ. હાલ ખાતરની આવક શરૂ થઈ છે અને ડી.એ.પી. ખાતરનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભૂતકાળમાં રાત્રે ત્રણ-ત્રણ વાગ્યા સુધી મંડળી દ્વારા ખેડૂતોને ગાડીમાંથી ડાયરેક્ટ માલનું વિતરણ કરવામાં આવતું હતું. ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં ખાતર મળી રહે તેવા તમામ પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે. ખેડૂતોના આ મહત્વના પ્રશ્નો સરકાર દ્વારા તાકીદે નક્કર પગલાં લેવામાં આવે તેવી વ્યાપક માંગ અહીંના ખેડૂતોમાંથી ઊઠવા પામી છે.