સૌરાષ્ટ્રભરના પશુધન નિરીક્ષકોની ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દે ચર્ચા

07-10-2024

Top News

ગુજરાત વેટરનરી લાઈવસ્ટોક ઈન્સ્પેકટર એસોસિયેશનનાં નેજા હેઠળ આયોજન

સૌરાષ્ટ્ર ઝોનનાં તમામ જિલ્લા અને તાલુકાના પશુધન નિરક્ષકો દ્વારા ગુજરાત વેટરનરી લાઈવસ્ટોક ઈન્સ્પેક્ટર એસોસિયેશનના નેજા હેઠળ આજે ખોડલધામ ખાતે ખાસ ચિંતન રજૂ શિબિર યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ અને પડતર માગણીઓ, વિવિધ કાયદાકીય, વહીવટી તાંત્રિક અને પશુ કલ્યાણની બાબતો તેમજ પશુધન નિરીક્ષકોને પડતી મુશ્કેલીઓ કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં રણનીતિ નક્કી કરવા નિર્ણય કરાયો હતો.

પડતર માગણીઓ મુદ્દે સરકાર સામે મેદાને પાડવા એલાન, આગામી સમયમાં રણનીતિ નકકી કરવા નિર્ણય, દરેક ઝોનમાં ચિંતન શિબિર યોજાશે

ગુજરાત એસોસિએશન આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન શિબિરમાં પ્રમુખ એન.કે. બ્રહ્મભટ્ટ અને મહામંત્રી રીંકલ પટેલે જણાવ્યું કે પશુધન નિરિક્ષક કેડરને લગતા વિવિધ કાયદાકીય વેટરનરી લાઈવસ્ટોક ઇન્સ્પેકટર અને વહીવટી ગૂંચવાડા તેમજ શિક્ષણ અને તાલીમમાં સ્નાતક કક્ષા કરવા માટે ઉપરાંત સરકાર કક્ષાએ પડતર વિવિધ પ્રશ્નો, માસ સી.એલ. રજા મંજૂર નહીં કરવા બાબતે, પગાર સુધારણા બાબતે, બઢતી બાબતે તેમજ કાયદાકીય જોગવાઈઓના અમલીકરણના લીધે કામગીરીમાં ઉપસ્થિત થયેલી મુશ્કેલીઓના નિવારણ બાબતે આગામી સમયમાં પણ ક્રમશઃ અન્ય ઝોનમાં ચિંતન શિબિરનું આયોજન કરીને અહેવાલ સાથે સરકારને રજૂઆત કરવામાં આવશે.

તમામ પશુધન નિરિક્ષક સંવર્ગના કર્મચારીઓ દ્વારા લાગણી અને માંગણી કરવામાં આવી હતી કે આઝાદી પહેલાની આ કેડરને આઝાદી બાદ આજદિન સુધી સંવૈધાનિક પ્રગતિ કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવી છે અને સ્વતંત્ર રીતે કામગીરી કરવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates