રાજ્યની 157 નગરપાલિકાઓમાં કૃષ્ણવડ રોપવામાં આવશે

26 દિવસ પહેલા

Top News

કૃષ્ણવડ દુર્લભ ભારતીય પ્રજાતિ છે, ગુજરાતમાં માત્ર 15 સ્થાનો પર ઉપલબ્ધ છે

ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની રક્ષા કરવાની આશા સાથે દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા “એક પેડ માઁ  કે નામ' અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં આ અભિયાન હેઠળ વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહયું છે. આ અભિયાન ના અનુસંધાનમાં પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકાએ એક પ્રવાસ કર્યો છે. હાલોલ નગર પાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ ઉગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલોલ નગરપાલિકાએ આ વડવૃક્ષ યાત્રાની શરૂઆત ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ નંદ મહોત્સવના દિવસે ડાકોરથી કરી હતી. હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, કૃષ્ણવડ એ ભારતીય પ્રજાતિ છે. જે ગુજરાતમાં માત્ર ૧૫ સ્થાનો પર ઉપલબ્ધ છે. તે માત્ર ખેતરમાં વાવેલા કૃષ્ણવડની ડાળીઓ કટિંગ કરીને હાલોલના રાણીપુરા ખાતે આવેલી ફોરેસ્ટ નર્સરીને આપી અને તેમણે કૃષ્ણવડની ૨૦૦ થી વધુ કલમો વિકસિત કરીને આ વડવૃક્ષ યાત્રાને વેગ આપ્યો છે.

કૃષ્ણવડ દુર્લભ ભારતીય પ્રજાતિ છે, ગુજરાતમાં માત્ર ૧૫ સ્થાનો પર ઉપલબ્ધ છે

જેનો મુખ્ય ઉદેશ કૃષ્ણવાને લુપ્તપ્રાય પ્રજાતિના ચોકઠામોથી દૂર કરવાનો છે. આ અભિયાન અંતર્ગત રક્ષ્મી જાન્યુઆરી સુધીમાં રાજ્યની તમામ ૧૫૭ નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને કૃષ્ણષ્ણવડ જેવી દુર્લભ પ્રજાતિના સંરક્ષણા સાથે પ્રકૃતિની રક્ષાનો સંદેશ પણ મહત્તમ લોકો સુધી પહોંચશે. આ અભિયાન હેઠળ વડોદરા ઝોનની બધી જ નગરપાલિકામાં કૃષ્ણવા રોપાઈ ચૂકયા છે. ગુજરાતના અન્ય ૫ ઝોનના નગરપાલિકા વિસ્તાર મળીને કુલ ૪૦ કૃષ્ણવડ વાવવામાં આવ્યા છે.

ડાકોરથી શરૂ થયેલી આ વડવૃક્ષ યાત્રા ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં વિરમશે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગીતામાં પોતાને વૃક્ષોમાંઅશ્વસ્થ એટલે કે પીપળો પોતે છે એવું જણાવ્યું છે. કૃષ્ણ સાથે જોડાયેલ વૃક્ષ એટલે કૃષ્ણવડ. આ વડની જ એક દુર્લભ પ્રજાતિ છે. જેને સંપૂર્ણ વિકસિત થવામાં વર્ષો લાગે છે. કૃષ્ણવડ સાથે એવી લોકવાયકા જાડાયેલી છે કે તેના પાંદડા વળી ગયેલા એટલે કે કટોરા પ્રકારના હોવાથી ભગવાન શ્રીકૃષ્ણ એમાં માખણ સંતાડીને ખાતાં હતા અને એટલે જ કૃષ્ણવડને માખણ કટોરા વડ પણ કહેવામાં આવે છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates