જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃતની સવિસ્તાર માહિતી, જાણો
17-10-2024
કોઈપણ પ્રકારની ઔપવિષ, ધાન્ય, કઠોળ, બાગાવતી કે અન્ય કોઈ પણ વર્ગના પાકને આપી શકાય.
- જીવામૃત બનાવવાની પધ્ધતિ
૨૦૦ લીટર પાણી +
૧૦ લીટર ગૌમુત્ર +
10 કિગ્રા છાણ +
૧ મુઠી વડ નીચેની માટી/ શેઢા-પાળાની માટી / રાફડાની માટી +
૧ કી.ગ્રા. દેશી ગોળ +
૧ કી.ગ્રા. ચણાનો લોટ આ મિશ્રણ બેરલમાં નાખી લાંબી લાકડીથી ઘડીયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ એમ કુલ ૨ વખત 1-1 મિનિટ માટે ૭ દિવસ સુધી હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો. કોઈપણ પ્રકારની ઔપવિષ, ધાન્ય, કઠોળ, બાગાવતી કે અન્ય કોઈ પણ વર્ગના પાકને આપી શકાય.
- આપવાની રીત
નીચેની ત્રણમાંથી કોઈપણ
(૧) પિયત (સિંચાઈ) ના પાણી સાથે
(૨) મુખ્ય પાકની બે હાર વચ્ચે સીધું જમીન ઉપર
(૩) ઉભા પાક પર છંટકાવ કરીને
પ્રતિ એકર ૨૦૦ થી ૪૦૦ લીટર જીવામૃત મહીનામાં ૧ થી ૨ વખત ઉપરોકત ત્રણ પૈકી કોઈપણ રીત દવારા પાકને આપવું.
- ફાયદા
જીવામૃત જમીનમાં આપવાથી જીવાણુંની સંખ્યા ઝડપથી વધતા, હયુમસનું નિર્માણ ઝડપી બને છે જેના થકી બિનઉપયોગી સ્વરૂપમાં રહેલાં તત્વો ઉપયોગી સ્વરૂપમાં ફેરવાય જતા મૂળનો વિકાસ ખૂબ જ ઝડપી બને છે.
જીવામૃત સુષુપ્ત (સમાધિમાં) રહેલા અળસીયાને જગાડીને કામે લગાવે છે.
- નોંધ
(૧) જીવામૃત માટે ફુવારા પધ્ધતિ સૌથી ઉતમ છે. કારણ કે ફુવારાના પાણી દવારા જીવામૃતનો છંટકાવ થાય છે અને વધેલું જીવામૃત જમીનમાં ભળી જાય છે.
(૨) જયારે દિવસનું તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સીયસ કે તેનાથી વધારે હોય તો જીવામૃત બપોરના બદલે સવારે કે સાંજે આપવુ
(૩) જીવામૃત ભરેલા બેરલ પર વધુ પડતો સૂર્ય પ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ.
(૪) સાત દિવસ સડયા બાદ ૧૫ દિવસ સુધી વાપરી શકાય.
- ઘન જીવામૃત બનાવવાની પધ્ધતિ
- પ્રથમ રીત
૨૦૦ કી.ગ્રા. સખત તાપમાં સુકવેલ, ચાળણીથી ચાળેલ ગામનું છાણ લઈ તેમને ફેલાવવું.
તેના ઉપર છાણાથી દસ ગણા જીવામૃતનો છંટકાવ કરીને બરોબર રીતે ભેળવવું.
આ મિશ્રણને ૪૮ કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતડા સ્તરમાં સુકવવું.
આ સ્તરને દિવસમાં બે-ત્રણ વખત ઉપર નીચે કરવું.
સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાગડાનો ભુકો કરવો.
ત્યારબાદ શણના કોથળામાં ભરી, જમીનથી ઉપર, લાકડાના મેડા ઉપર રાખવું.
- બીજી રીત
૧૦૦ કીગ્રા ગાયનું છાણ + ૨ લીટર જીવામુત +
૧ કીગ્રા દેશી ગોળ +
૧ કીગ્રા ચણાનો લોટ .
આ મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ૩ થી ૪ વખત ઉપર નીચે ફેરવવું.
મિશ્રણ સુકાયા બાદ ગાંગડાનો ભુકો કરવો.
પ્રથમ રીત મુજબ સંગ્રહ કરવો.
- ત્રીજી રીત
ગોબર ગેસમાં છેલ્લે નીકળેલા રગડા (સ્લરી) ને તડકામાં સુકવવો.
-૧૦૦ કીગ્રા રગડો (સ્લરી) પાવડરના રૂપમાં + ૫૦ કીગ્રા દેશી ગાયનું છાણ + ૧ કીગ્રા દેશી ગોળ + ૧
કીગ્રા ચણાનો લોટ + ૨ લીટર જીવામૃત.
આ મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ૩ થી ૪ વખત ઉપર-નીચે ફેરવવું.
સંપૂર્ણ સુકાયા બાદ ગાંગડાનો ભુકો કરવો.
જરૂરીયાત મુજબ અગાઉ પ્રમાણે સંગ્રહ કરવો.
- કયારે અને કેવી રીતે આપી શકાય
જમીનની અંતિમ ખેડ પછી કે પહેલાં પ્રતિ એકર ૨૦૦ કીગ્રા ઉડાડવું.
રાસાઘણીક ખાતરની જેમ વાવણી વખતે પણ આપી શકાવ.
ફુલની અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કીગ્રા આપવું.
- નોંધ
વધુ પડતી ઠંડી હોયતો સંગ્રહ કરતી વખતે કોથળાથી ઢાંકવું
વધુ પડતો સૂર્ય પ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ.
ત્રણેય પ્રકારના વન જીવામૃત એક વર્ષ સુધી ઉપયોગ કરવા લાયક હોય છે.
તેનાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે છે.
- બીજામૃત બનાવવાની રીત
૧૦૦ કીગ્રા બિયારણને પટ આપવા માટે-
૨૦ લીટર પાણી (વધુમાં વધુ) +
૫ લીટર ગૌમુત્ર +
૫ કીગ્રા ગાયનું છાણ +
૫૦ ગ્રામ ચૂનો + ૧ મઠી વડ નીચેની માટી/ રોઢા-પાળાની માટી / રાફડાની માટી
આ મિશ્રણને કોથળાથી ઢાંકી, રાતભર રાખ્યા બાદ સવારે હરાવી સ્થિર થયા બાદ ઉપયોગમાં લઈ શકાય.
- વાવણી પહેલા બિયારણને બીજામૃતનો પટ આપવાની રીત
- મગફળી અને સોયાબીન માટે
આ બંને પાકની બહારની ફોતરી ખૂબ જ નરમ હોવાથી તેના બીજને પટ આપતી વખતે બીજામૃત ને બદલે ધનજીવામૃતનો ઉપયોગ ૧૦:૧ ના પ્રમાણમાં કરવો એટલે કે ૧૦ કીગ્રા બિવારણ હોય તો ૧ કીગ્રા ઘનજીવામૃત ભેળવવું.
- ધાન્ય અને તેલિબીયા પાકો માટે
ચોખા, બાજરા, મકાઈ, જુવાર, ઘઉં, તલ, અડસી, સૂર્યમુખી, કપાસ, કસુંબી વગેરે પૈકી જે વાવવું હોય તે બીજ પાઘરીને બીજામૃતનો છંટકાવ કરવો ત્યારબાદ તેને હાથથી બરોબર મિશ્ર કરવું અને તડકા પાસેના છાયડામાં સુકવવું.
- કઠોળ વર્ગના પાક માટે
મગ, મઠ, અડદ, તુવેર, ચોળા, ચોળી, વાલ, વટાણા, રાજમા કે મેથી જેવા પાકમાં બીજામૃતનો છંટકાવ કર્યાબાદ બે હાયોથી મસળવાને બદલે ફકત આંગળીઓ ફેરવી વીરેથી ઉપર નીચે કરવું અને તડકા પાસેના છાયામાં સુકવવું.
- કંદમૂળ માટે
બટાકા, હળદર, આદુ, કેળ કે શેરડીના વાવેતર માટે તેની કાતરી સુંડામાં લઈ તેને બીજામૃતમાં થોડી સેકન્ડ માટે ડુબાડીને કાઢયા બાદ વાવવું.
- શાકભાજી માટે
બહારથી લીધેલા શાકભાજીના પેકેટને તોડી, પાણીથી બોઈને બીજામૃતમાં ડુબાડીને વાવવું જેથી કંપનીનો પટ ધોવાઈ જાય.
- રોપા માટે
રોપાના મૂળ બીજામૃતમાં અમુક સેકન્ડ માટે ડુબાડીને પછી વાવવાં.