ખેડૂતોને નાણાકીય સહાયતા આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
28-10-2024
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024
કેન્દ્ર સરકાર દ્વારા આમ તો ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ ખેડૂતોના હિત માટે ખાસ કરીને જ્યારે તેમની પરિસ્થિતિ ખરાબ હોય તેમને આર્થિક નાણાકીય સહાયતા આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ તેમને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને ખૂબ ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માત્ર ચાર ટકા વ્યાજ દરે આપવામાં આવે છે નીચે મેં તમને આ યોજના માટે આપવામાં આવેલ નાણાકીય સહાયતા તેમજ લોનની તમામ વિગતો અને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચી તમે લોન મેળવી શકો છો.
- કિસાન ક્રેડિટ કાર્ડનાં લાભ
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાભ વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ લોન મેળવવી ખૂબ જ સરળ છે અને ઓછા વ્યાજ દરે તમે લોન મેળવી શકો છો. આ યોજના દ્વારા ખેડૂતોને સીધા બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે 50000 રૂપિયાથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી ખૂબ જ સરળ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ તમે સરળતાથી લોન મેળવી શકો છો અને નાણાકીય સહાયતા નો લાભ ઉઠાવી શકો છો નીચે અમે તમને આ યોજના માટે અરજી અંગેના જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી પ્રક્રિયાની માહિતી આપી છે.
-
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- અરજીનું આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
- સરનામાનો પુરાવો
- આવક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- ખેતીના તમામ દસ્તાવેજો
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
-
અરજી કેવી રીતે કરવી?
- કિશન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે નજીકની બેંક શાખામાં જવાનું રહેશે
- અથવા આ સ્કીમનું એપ્લિકેશન ફોર્મ તમને નજીકની બેંક શાખામાંથી મળી જશે જેના માધ્યમથી તમે લોન મેળવી શકો છો.
- તમારે તમામ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ જમીનના દસ્તાવેજ તેમજ આધાર પુરાવાના તમામ ડોક્યુમેન્ટ લઈને તમે નજીકની બેંક શાખામાં જવાનું રહેશે
- ત્યારબાદ તમારે આ યોજનાની માહિતી આપવાની રહેશે આ યોજના અંગે તમે ત્યાંથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ની માહિતી મેળવી શકો છો
- કૃષિ કેન્દ્રમાં જઈને પણ તમે માટે અરજી કરી શકો છો નજીકના કૃષિ વિભાગમાં જઈને તમે ખેડૂત માટેની લોન મેળવી શકો છો