જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી દ્વારા અંદાજઃ વાવેતર ઘટયું, કપાસના ભાવ નવે.થી જાન્યુ. દરમિયાન રૂ 1460 થી 1600 રહેવાની સંભાવના
13-11-2024
ગુજરાતમાં ચાલુ વર્ષે ૮૮.૩૨ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાની સંભાવના
ગુજરાતમાં ગત વર્ષ કરતા ૩ લાખ હેક્ટરમાં વાવેતર ઓછું થયું હતું. વરસાદ અને નુકસાનને બાદ કરતા કપાસની સ્થિતિ સારી રહી છે. આથી ઉપજ સામાન્ય અથવા અંદાજ કરતા વધુ મળશે. ચાલુ વર્ષે ઉત્પાદન ૮૮.૩૨ લાખ ગાંસડી થવાનો અંદાજ છે. કૃપિ કપાસનું યુનિવર્સિટીના અર્થશાસ્ત્રવિભાગની સંશોધન ટીમે વિવિધ યાર્ડેના થયેલા ઐતિહાસિક ભાવોનાં વિશ્લેષણના આધારે નવેમ્બરથી ઉપજ જાન્યુઆરી માસ દરમ્યાન કપાસના મણદીઠ ભાવ 1460 થી કપાસનું 1600 રૂપિયા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
દેશમાં આ વર્ષે ૧૧૩.૬૦ લાખ હેકટરમાં કપાસનું વાવેતર
ગુજરાતમાં જુલાઈ માસના બીજા સપ્તાહમાં કપાસનું વાવેતર પૂર્ણ થઈ થયું હતું. ગત વર્ષે રાજ્યમાં ૨૭ લાખ હેક્ટરમાં જ્યારે આ વર્ષે ૨૪ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. ગત વર્ષ કરતા આ વર્ષે કપાસના વાવેતરમાં ૩ લાખ હેક્ટરનો ઘટાડો થયો છે. ગત વર્ષે ૯૨.૪૮ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું આ વર્ષે ઓછા વાવેતરના કારણે પ્રથમ આગોતરા અંદાજ તા.૨૩-૯-૨૦૨૪ મુજબ રાજ્યમાં કપાસનું ઉત્પાદન ૮૮.૩૨ લાખ ગાંસડી થવાનો અંદાજ છે. ચાલુ વર્ષે દેશમાં કપાસનું વાવેતર ૧૧૩.૬૦ લાખ હેક્ટરમાં થયું છે.
ગત વર્ષે ૧૨૯.૮૮ લાખ સેક્ટરમાં હતું. તા.૫-૧૧-૨૦૨૪ના પ્રથમ આગોતરા અંદાજ મુજબ વાવેતરના ઘટાડા અને પુરષી થયેલા નુકસાનના કારકો કપાસનું ઉત્પાદન ૨૯૯.૨૯ લાખ ગાંસડી થવાનો અંદાજ છે. ગત વર્ષે કપાસનું ઉત્પાદન ૩૨૫.૨૨ લાખ ગાંસડી થયું હતું. આમ, દેશમાં કપાસનું ઉત્પાદન ઘરેલું વપરાશની જરૂરીયાત ૩૨૫ લાખ 1 ગાંસડી કરતા થોડું ઓછું રહેશે. ગત વર્ષે ભારતમાંથી કપાસની નિકાસમાં વધારો અને આયાતમાં ઘટાડો થયો હતો જેથી ઓક્ટોબર ૨૦૨૩માં કપાસના મણ દિઠ ભાવ ૧૪૨૦ જેટલા હતા.
ફેબ્રુઆરી સુધી ૨૦૨૪માં ૧૫૨૦ રૂપીયા થયા હતા. માલ રાજ્યની વિવિધ બજારોમાં કપાસનો ભાવ ૧૫૦૦ રૂપીયા આસપાસ છે. કાપણી સમયે થોડી વધઘટ સાથે આ સ્તરે સ્થિર રહેવાની સંભાવના છે. કેન્દ્રસરકાર દ્વારા કપાસનો મણ દિઠ ૧૫૦૪,૨૦ રૂપીયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્ર વિભાગની સંશોધન ટીમ ગોડલ અને રાજકોટ યાર્ડના કપાસના ઐતિહાસીક માસીક ભાવોનું વિશ્લેષણ કરી નવેમ્બર ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨પ દરમ્યાન કપાસનો મન્ન દિઠ ભાવ ૧૪૯૦થી ૧૦૦ રૂપીયા આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતમાં કપાસનું ઉત્પાદન ઓછું થશે પરંતુ વિશ્વ સ્તરે અને ખાસ કરીને અમેરિકાના ઉત્પાદનમાં વધારો થશે જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે કપાસનું બજાર દબાણ હેઠળ રહેશે. ભારતમાંથી નિકાસ ઓછી થશે જેથી ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતા ઓછી છે.
ભારતમાં કપાસનાં ઉત્પાદનમાં ઘટાડો,જ્યારે વૈશ્વિકસ્તરે વધવાનો અંદાજ
અમેરિકાના કૃષિ વિભાગના જણાવ્યા મુજબ ગત વર્ષે વિશ્વમાં કપાસનું વાવેતર ૩૧૩.૫ લાખ હેક્ટરમાં થયું હતું. ચાલુ વર્ષે ૩૧૧.૬ લાખ હેક્ટરમાં થયું છે. વાવેતરનો ઘટાડો માત્ર ભારતમાં જ થયો છે. ૨૦૨૪-૨૫માં વૈશ્વિક સ્તરે કપાસનું ઉત્પાદન ૧૪૯૪ લાખ ગાંસડી થવાનો અંદાજ છે જે ગત વર્ષ કરતા ૩૮ લાખ ગાંસડી વધુ થશે. ગત વર્ષ કરતા વપરાશ વધુ થવાનો અંદાજ છે જેથી ચાલું વર્ષે વિશ્વમાં કપાસના ભાવ જળવાઈ રહેશે.