જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક સળંગ આઠ દિવસ માટે બંધ
13-11-2024
મગફળીની જંગી આવકના પગલે યાર્ડ જામપેક
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ૮ દિવસ માટે બંધ કરાઇ છે. મગફળીની ૮૦ હજાર ગુણીની આવક થતાં યાર્ડમાં જામપેક જેવી સ્થિતિ હવે જગ્યા ન બચી હોવાથી આવક બંધ થઈ કરાઈ છે. યાર્ડમાં જગ્યા ખાલી થયા બાદ આવક શરૂ કરાશે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં જોરદાર વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં યાર્ડમાં મગફળી ભરેલા ૯૦૦થી વધુ વાહનો આવ્યા હતા. આ અગાઉ ક્યારેય નોંધાયેલી ન હોય તેવી આ મોટી માત્રામાં આવકને કારણે યાર્ડ ચીક્કાર ભરાઈ ગયું છે. યાર્ડમા ૮૦ હજાર ગુણી મગફળીના થપ્પા લાગ્યા, તેથી હાલમાં યાર્ડમાં જગ્યાની અછત સર્જાય છે, જેના કારણે નવી મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં જગ્યા ખાલી થયા બાદ ફરીથી મગફળીની આવક શરૂ કરવામાં આવશે.