બગસરામાં જગતાતની સરકારે ઠેકડી ઉડાવી, ફક્ત બે-બે થેલી જ ખાતર આપ્યું
18-11-2024
શહેરમાં 25 દિવસ બાદ ફક્ત 360 થેલી જ ખાતર આવ્યું
ડીએપી ખાતરની તીર્વ જરૂર સમયે જ સરકાર ખેડૂતોને ખાતર માટે ટટળાવી રહી છે. ગઈ કાલે બગસરા 25 દિવસ બાદ ફક્ત 360 થેલી જ ખાતર આપ્યુ. જેમને 50 થેલીની જરૂરિયાત હોય એને માત્ર બે બે જ થેલી આપવામાં આવી હતી. આ વેળા અનેક ખેડૂતોએ ખાતર હાંસલ કરવા કતારો લગાવી દીધી હતી
ડીએપી ખાતર મેળવવા કતારો લાગી, પણ એક ખેડૂતને બે થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી
હાલ દિવાળીના તહેવારો પુરા થયા બાદ ખેડૂતો રવિ મૌસમના વાવેતરની તૈયારીમાં પડી ગયા છે. ત્યારે ઘઉં અને અન્ય પાકોની વાવણી માટે ડાઈ એમોનિયમ સલ્ફેટ બગસરામાં ડીએપી ખાતર લેવા માટે ૨૦૦ થી વધુ ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. જ્યારે શહેરમાં પણા દિવસોથી ખાતર ન આવતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.હાલમાં ખેડૂતોની શિયાળુ પાક વાવેતરની સિઝન ચાલી રહી છે.
ત્યારે પાકો માટે આ ખાતરની પુષ્કળ પ્રમાણમાં આવશ્યકતા હોય છે. પરંત ખાતર આવવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. જ્યારે આજે ૨૫ દિવસ બાદ 360 થેલી જેટલું ખાતર આવતા ખેડૂતોમાં લાંબી લાઈનો લાગી ગઈ હતી.જ્યારે આ બાબતની જાણ થતા જ બસો કર્તા વધારે ખેડૂતો આજે સવારથી જ બપોર સુધીમાં લાઈનમાં ઊભા રહ્યા છતાં એક ખેડૂતને બે બે થેલી જ ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી