મોરબી જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણથી ખેડૂતોને નુકસાન
24-10-2024
ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર
મોરબી જિલ્લામાં આવેલ અનેક કંપનીના પ્રદુષણને કારણે ખેડૂતોના પાકને નુકશાન થતું હોવાની રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. અનેક કંપનીઓ દ્વારા ઝેરી ધૂમાડો અને જોખમી કેમિકલનો જાહેરમાં નિકાલ કરાતો હોવાથી ખેતીપાકને માઠી અસર થઈ રહ્યાનો આક્ષેપ
ખેતરમાં વાવેલો ઉભો પાક સુકાઈ જાય છે.
મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં આવેલ અનેક| કંપનીની આજુબાજુમાં ખેતરો આવેલ છે. ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ધુમાડા અને કેમિકલને પગલે ખેતરમાં વાવેલો ઉભો પાક સુકાઈ જાય છે. ટંકારાતાલુકાના હડમતીયા, બંગાવડી, ટંકારાની લેખિત અરજી મામલતદાર, કલેકટર અને ખેતીવાડી શાખા તેમજ પ્રદુષણ બોર્ડ સુધી કરવામાં આવી છે.
પરંતુ ખેડૂતોનું કોઈ સાંભળતું નથી જેથી જિલ્લામાં આવેલ આવી કંપનીઓ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અન્યથા ખેડૂતોને સાથે લઇ લઈને આગળની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.