કાળાબજારીયા બેલગામ, ગુજરાતમાં ૪૩ ટકા અનાજ સગેવગે થઇ જાય છે.
4 દિવસ પહેલા
સર્વેમાં ખુલાસોઃ ગરીબોના મોંઢામાંથી કોળિયો છીનવાયો
જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડાં છે કેમકે, એક સર્વેમાં ખુલાસો થયો છેકે, મેં હોવાનું પુરવાર થયુ ગોડાઉનથી મોકલાયેલું સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતુ નથી. જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ હોવાનું બહાર આવ્યુ છે.
જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીડા : સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે, અનાજ વિતરણમાં ધુમ ભ્રષ્ટાચાર, સરકાર મૌન
એક તરફ, લાખો ગરીબોને અનાજ આપીને સરકાર જાણે સિધ્ધી મેળવી હોય તેવા દાવા કરી રહી છે જ્યારે બીજી તરફ, જાહેર વિતરણ વ્યવસ્થા થકી પૂમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે પરિણામે ગરીબોને તેમના હકનું અનાજ પણ મળતુ નથી. જાહેર વિતરશ વ્યવસ્થામાં જ એટલી બધી ખામીઓ છે જેના કારણે સરકારી ગોડાઉનથી મોકલાતો અનાજનો જથ્થો, વ્યાજબી ભાવની દુકાનો સરકારી અનાજનો જથ્થો કાળાબજારમાં ન પહોંચે તે માટે જાહેર વિતરણની આખીય વ્યવસ્થા કમ્યુટરાઈઝા કરવામાં આવી છે તેમ છતાંય અનેક ક્ષતિઓ રહી ગઈ છે જેના કારણે કોઈને કોઈ બહાને કાળાભજારીયા ગરીબોના મોમોથી કોળિયો છિનવી લેવામાં સફળ રહ્યાં છે. ઈકોનોમિક થીન્ક ટેન્કના તારણ મુજબ, વર્ષે ૨૮ ટકા અનાજ એટલે કે, ૨ કરોડ ટન ઘઉં-ચોખા કક્યાં ગાયબ થઈ જાય છે તેની ખબર જ નથી.
આ અનાજના જથ્થાની કિંમત રૂા.૯૯ હજાર કરોડ થવા જાય છે. કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ આક્ષેપ કર્યોકે, જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડા છે જેના કારણે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હાઉસ હોલ્ડ, કન્ઝમ્પશન એક્સપેન્ડીચર સર્વેના આંકડા મુજબ, ઓગષ્ટ, ૨૦૨૨થી જુલાઈ-૨૦૨૩ સુધી ૨ કરોડ ટન ઘઉ-ચોખા લાભાર્થીઓ સુધી પહોચ્યાં ન હતાં જે ગંભીર મુદ્દો છે. ડીજીટલ ટેકનોલોજી અપનાવ્યા પછી પણ જરૂરિયાતમંદો સુધી અનાજ પહોંચતુ નથી. આમ છતાંય સરકાર મૌન છે. જે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદઢ બનાવી મક્કમ પગલા નહી ભરાય ભરાય તો, કાળાબજારીયાઓને વધુ હુ મોકળુ મેદાન મળશે જેનો ભોગ ગરીબ લાભાર્થી બનશે