ગુજરાતમાં બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તે માટે ટૂંકમાં નિર્ણય કરાશે
12-11-2024
નવી સુધારેલી જંત્રીનો મુદ્દો વિચારણા હેઠળ, પ્રતિભાવ પછી નિર્ણય કરાશે
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ ખેતીવાડી ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુથી બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે તે માટે સરકાર લાંબા સમયથી વિચારણા કરી રહી છે પરંતુ હવે મહેસૂલ વિભાગે બનાવેલી કમિટીના રિપોર્ટનો અભ્યાસ કરીને સરકારે આગળ વધવાનું નક્કી કર્યું છે. દેશના ઘણાં એવાં રાજ્યો છે કે જ્યાં બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે છે તેથી ત્યાં બોગસ ખેડૂતોના કિસ્સા જોવા મળતા નથી. બીજીતરફ ગુજરાતમાં ભોગસ ખેડૂતોના સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યાં છે. આ પરિસ્થિતિને હળવી કરવા સરકારે કમિટી ઉપરાંત જિલ્લા કલેક્ટરો અને મહેસૂલ વિભાગના નિષ્ણાંતોના અભિપ્રાયો લેવાનું શરૂ કર્યું છે.
વિભાગની કમિટીએ જમીન સુધારણા ૧ અંગે જે સૂચનો કર્યા છે તે પૈકી એક મુદ્દો બિનખેડૂત એંગેનો પણ હતો : ડો. જયંતિ રવિ
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઓનલાઈન સેવાઓ માટે ફીડબેક સેન્ટરના નિર્માણ પ્રસંઅવભાગના અધિક મુખ્યસચિવ ડો. જયંતિ રવિએ આ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે તે માટે અમે સીએલ મીનાની અધ્યક્ષતામાં બનાવેલી કમિટીના રિપોર્ટનો અભ્યાસ કરી રહ્યાં છીએ, કે જેમાં તેમણે જમીન સુધારણા સાથે અનેક સૂચનો કર્યા છે જે પૈકી બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેવા એક સૂચનનો સમાવેશ થતો હતો. રાજ્ય સરકાર ટૂંકસમયમાં તેની જાહેરાત કરશે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નવી સુધારેલી જંત્રીના દરો કક્યારે જાહેર થશે તેની ઉત્સુકતા છે ત્યારે નવી સુધારેલી જંત્રીના અમલ અંગે તેમણે કહ્યું હતું કે, સરકાર સ્તરે આ મુદ્દો આખરી વિચારણામાં છે.
સુધારેલી જંત્રીનો અમલ કરતા પહેલાં લોકોના પ્રતિભાવો માટે મૂકાશે. મહેસૂલ વિભાગના નિર્ણવો અંગે તેમણે જણાવ્યું કે લેન્ડ ગ્રેબીંગ અંગે કલેક્ટરો સાથે તબક્કાવાર સમીક્ષા કરવામાં આવશે. સેટેલાઈટના પ્રયોગથી સરકારી જમીન પર થયેલા દબાણો શોધીને જવાબદારો સામે પગલાં લેવાશે. ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે વિભાગના IORAના માધ્યમથી જે લોકો લાભ મેળવી રહ્યાં છે તેમની પાસેથી અભિપ્રાય માંગવામાં આવી રહ્યાં છે. તેમની સાથે સંવાદ કરી વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવવા પ્રયાસ કરાશે. મહેસૂલ વિભાગની ઓનલાઈન આ વસમાં ઘણાં સુધારા કરવામાં આવી રહ્યાં છે. અત્યારે બિન ખેતી અરજી, હયાતિમાં હક્કદાખલની અરજી, વારસાઇ અરજી અને ખેડૂત પ્રમાણપત્રની અરજી સહિત ૩૯ સેવાઓ મેળવવા બાબતે લોકોના પ્રતિભાવો લેવાઈ રહ્યાં છે, જેના આધારે પોર્ટલની સેવાઓ સુધારવાની અને લોકોની મુશ્કેલી દૂર કરવાની કામગીરી થઇ શકરો.