ગોંડલ સ્ટેટમાં વૃક્ષછેદનને માનવહત્યા સમાન અપરાધ ગણવામાં આવતો હતો
26 દિવસ પહેલા
દેશમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સદભાવના ટ્રસ્ટના સંકલ્પ સાથે અન્ય સંભારણું
દેશમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે રાજકોટમાં પૂ.મોરારિબાપુના વ્યાસાસને રામકથા ચાલી રહી છે. ત્યારે સદભાવના ટ્રસ્ટની જેમ જ સો વર્ષ પહેલા ગોંડલના રાજવી સર ભગવતસિંહજેએ ગોંડલ રાજયમાં અલગ પર્યાવરણ વિભાગ શરૂ કરી જુદા જુદા કૂળના ૨ લાખ વૃક્ષો વાવેલા હતા અને ઉછેયાં છે. નવાઈની વાત એ છે કે દરેક ઝાડ ને વર્ગીકૃત કરીને ઝાડ નંબર પ્લેટ લગાવવામાં આવતી હતી. રાજયમાં કોઈ ઝાડ કાપે કે ડાળી કાપે તો વૃક્ષછેદનને માનવહત્યા સમાન અપરાધ સમજવામાં આવતો હતો
રાજકોટમાં દેશને રાહ ચિંષે એવો મહાસંકલ્પ લેવાયો છે અને દેશની વસતી કરતા સવાયા એટલે કે દોઢસો કરોડ વૃક્ષો વાવવાનો મનોરથ કરાયો એ વખતે ગોંડલના રાજા સર ભગવતસિંહજીને અચુક પાદ કરવા પડે કારણ કે એમણે વૃક્ષોના જતન માટે આખો વૃક્ષ છેદન ધારો બનાવ્યો હતો. ગોંડલ રાજયમાં દરેક ઝાડને વાહનની જેમ નંબર પ્લેટ લગાડવામાં આવતી હતી. આ ઉપરાંત જો કોઈ વૃક્ષ છેદન કરે કે ડાળી પણ કાપે એને રાજય તરફથી કડક સજા થતી હતી.
ગોંડલ રાજયમાં સર ભગવતસિંહજીએ લીલી હરિયાળીબનાવી દીધી હતી. ગોંડલ શહેરની મધ્યમાં જ દેશની તમામ આયુર્વેદિક દવાઓ ઔષધીના નિર્માણ માટે સો વીથા જેટલી જમીનમાં કૈલાસ બાગ બોટાનિક ગાર્ડન બનાવ્યું હતુ. એમના પોષણ માટે વેરી તળાવથી સંવીટેશન સિસ્ટમથી છેક બાગ સુધી પાણી પહોંચાડવામાં આવતું હતુ. અને એ જમાને બાગાયત અધિકારીને ઉંચા પગારથી નોકરીએ રાખ્યા હતા.
આજે પણ ગોંડલ સ્ટેટનાં નગરો અને ગામડાઓમાં સો વર્ષની વયના અનેક ઝાડ હજુ હયાત
ઉપરાંત એવો નિયમ કર્યો હતો કે દરેક નાગરિકે એના ફળિયામાં મોટા ઝાડ વાવવા ફરજિયાત બનાવ્યા હતા. અને તુથર વપરાશનું પાણી એ ( ઝાડને મળે એવી વ્યવસ્થા કરવી આવશ્યક હતી. જેથી પાણીનો પાડોશીને ઉપદ્રવ ન થાય. ગોંડલ, ધોરાજી, ઉપલેટા, ભાષાવદર મોટી પાનેલી સહિતના વિસ્તારોમાં આજે પણ સો વર્ષથી વધુ ઉમરના અનેક ઝાડ હયાત છે. ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આજે પણ સો વર્ષથી વધુ વયનો લીમડો હયાત છે.
એના રાજયમાં ગુલમહોર, ખેર, ખાખરો, ખીજડો, ખીજડી, ઉમરો, અથેડો, લીમડા, આમલી, વડલા, પક્ષીઓના ખોરાકના અને આવાસ માટેના ઘેઘુર ઝાડો ખૂબજ ઉગાડયા હતા. એમણે જવારે ટાઉનપ્લાનિંગ કરેલું એ સમયે રસ્તાની વચ્ચોવચ્ચ ઝાડ હતા એને કાપેલા ન હતા. આવા અનેક ઝાડ આજે પણ હવાત છે. જેમાં નગરપાલિકા પાસેનું ઝાડ, અને જહાટકિયા ચોક નજીકના ઝાઠનો સમાવેશ થાય છે. રાતના સુગંધ ફેલાવતા વાવેલા હતા આજની નગરપાલિકા અને એક જમાને રેલવે સ્ટેશન હતુ એ સ્થળે અને લાઈબ્રેરી પાસે પમરાટ ફેલાવતા હતા.
રાજવીએ અલગથી પર્યાવરણ વિભાગ શરૂ કરી રાજ્યમાં બે લાખ જેટલાં વૃક્ષો ઉછેરી દરેક ઝાડ પર વાહનની જેમ નંબર પ્લેટ લગાડેલી હતી
ગોંડલ સ્ટેટમાં ઝાડની હિફાઝત માટે દરેક ઝાડ પર વાહન પર જેમ નંબર પ્લેટ હોય એમ ઝાડ પર નંબર પ્લેટ મૂકવામાં આવતી હતી. જેને કોઈ હટાવી શકતુ ન હતુ. દરેક ઝાડની રક્ષા માટે અલગ સ્ટાફ રાખેલો હતો. તેમજ દરેક ઝાડને પાણી પીવડાવવા માટે એક બળદ જોડેલી લોખંડની બીડની ટાંકી હતી. તેને પણ નંબર આપેલા હતા. આવી ટાંકી ગોંડલ નજીક મોવિયા ગામના હરિભાઈ ગંગદાસભાઈ ખૂંટ નામના વૃક્ષ પ્રેમીએ વર્ષો સુધી ચલાવી અનેક વૃક્ષોને ઉછેયાં હતા. જે આજે તેઓ હાવત નથી પણ એના ઉછેરેલા ઝાડો હયાત છે.