સૌરાષ્ટ્રમાં આસોમાં અષાઢી માહોલ સર્જાતા ખેતી પાકને કરોડોનું નુકસાન

22-10-2024

Top News

ચોમાસુ પુરૂ થયા પછી ફરી માવઠું થતાં જગતાત હતપ્રભ

ગોંડલ તાલુકાના સુલતાનપુરમાં રવિવારે મેષરાજાએ વણજાઈતા મહેમાન બનીને અનરાધાર પાંચ ઈંચ વરસી જતાં મગફળીના પાપરાઓ તણાઈ જતાં લાખોની નુકસાની આવી છે. સલાયામાં દોઢ કલાકમાં એક ઈંચ વરસી જતાં મગફળી કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મોરબી પંથકમાં અપ્રિય વરસાદના કારણે ખેતરોમાં ધોવાણ થયું છે. તથા ખેત પાકને પણ મોટું નુકસાન પહોંચી ગયું છે. લોપિકા પંથકમાં રવિવારે પાંચથી આઠ ઈંગ પોષમાર વરસાદ વરસી જતાં જગતાત પરેશાન થઈ ગયા છે. ખેતરોમાં ખુલ્લામાં પડેલા મગફળીના પાથરા ખાતર બની ગયા છે. ખેડૂતો ભગવાનને વીનવી મેઘરાજાખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. અહીં અનેક ખેતરોમાંથી મગફળી સમેત પાથરાતણાઈ જવાની ઘટના બની છે.

મગફળીના પાથરા અને અન્ય ખેત જણસીઓ પર અનરાધાર વરસાદ વરસી પડતા સોનાની વસ્તુ કથીર થઈ જતાં પરેશાની

કાલાવડ પંથકમાં છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી જતો હોવાથી બેડીયા, શિશાંગ, પાતા મેઘપર, મોટાવડાળા, પીપર, મોટા ભાડકિયા, રાજડા, નાના વડાળા, ડાંગર વાડા, ખરેડી, બોડી દાવલી, છતર, પાંચ દેવડા, નવાગામ, પુત્ત ધોરાજી, વાવડી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. મગફળીના પાથરાસડી ગયા છે. ખેડૂતના હાથમાં કશું જ આવે તેમ નથી. નીકાવા પંથકમાં મગફળીના પાથરાને નુકસાન થતા જે ખેડૂતે વીષે ૩૦ મણ ઉતારાની અપેક્ષા રાખી હતી તે હવે ૧૦-૧૫ ટકા જ હાથમાં આવશે અને જો વરસાદ થંભી જાય તો જ શક્યતા રહેશે. નહીંતર ખાતર થઈ જશે.

દ્વારકા ખંભાળિયા પંથકમાં વરસી રહેલા અવિરત વરસાદથી દોઢથી અઢી ઈંચ વરસી જતાં ખેતી પાકને લાગલગાર નુકસાન થયું છે. કલ્યાણપુર અને ખંભાળિયાતાલુકામાં મગફળીનો પાક ચોપટ થઈ ગયો છે. ભાણવડ વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવી દીધા છે. ભાટીયા, પાનેલી, દૂપિયા, ધનુરિયા, ટંકારિયા, દેવળિયા, ઈત્યાદિ ગામોમાં ધોધમાર વરસાદથી ખેત ઉત્પાદનો પશુ પણ ન ખાય તેવી બદતર સ્થિતિ સર્જાઈ છે. ભગસરા પંથકમાં મોટા મુંજિયાસર, નાના મુંજિયાસર, માણેકવાડા, રફાળા, સાપર, સુડાવડ ગામોમાં કમોસમી વરસાદે ખેડૂતની હાલત કફોડી કરી નાખે છે. લોકો મેથરાજાને ખમૈયા કરવા વિનવણી કરી રહ્યા ૨ છે. નવા ઝાંઝેરિયા, જૂના ઝાંઝેરિયા ગામે વરસાદે વિનાશ સર્જી દીધો છે. અહીં ખેડૂતો રડી રહ્યા છે. ખેડૂતોના મગફળીના પાથરા વહેણમાં તણાઈ ગયા છે.

કપાસના જીંડવામાંથી ફરી નવા કોટા ફૂટવા લાગ્યા છે. કપાસ સાવ બગડી ગયો છે. ગોંડલના સુલતાનપુરમા કમોસમી વરસાદના કારણે મરચાંના છોડ હળી પડયા છે. અનેક જગ્યાએ મરચાંના છોડ તણાઈ ગયા છે વર્ણવી હતી. અને ખેતરોમાં મરચાનો પાક બગડી ગયો છે. ખેડૂતો વળતરની માગણી કરી રહ્યા છે. સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદે તબાહી મચાવી દીધી છે. અહીં મગફળી, કઠોળ, કપાસને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોની સ્થિતિનો ચિંતાર આપવા અમરેલી જિલ્લા વતી લીલીયા, લાઠી, સાવરકુંડલા, રાજુલાના ધારાસભ્યોએ કૃષિમંત્રી, મુખ્યમંત્રીને રૂબરૂ મળી તાકિદે વળતર ચૂકવવા માગણી કરી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates