અમરેલી જિલ્લામાં પણ માવઠાનો માર ઉનાળુ પાકને ભારે નુકસાન, સર્વેની માંગ
08-05-2025

સારા પાકની ખેડૂતોની આશા પર પાણી ફેરવતો કમોસમી વરસાદ
અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદ પડતા મોટા પ્રમાણમાં ઉનાળુ પાક મગફળી ડુંગળી, બાજરી અને તલને મોટું નુકસાન પહોંચ્યું છે. આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે.
કેરીઓ ખરી પડી, આંબા પર બચેલી કેરીમાં પણ જીવાતની વકી
અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદ પડતા મોટા પ્રમાણમાં ઉનાળુ પાક મગફળી, ડુંગળી, બાજરી અનેતલને મોટું નુકસાન પહોંચ્યું છે. આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે. જે કેરીઓ આંબા પર બચી ગઈ છે. તેમાં પણ વરસાદને લીધે જીવાત આવવાની વકી ઉભા થઈ છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે.
અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાવરકુંડલા તાલુકાના ગામોમાં તલનું વાવેતર હતું.તલ ઉપર વરસાદ પડતા પાક નિષ્ફળ ગયો છે. બાજરીના પાકને પણ નુકશાન થયું છે. આ નુકસાનીનો સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા બાદ તાત્કાલિક ધોરણે સહાયક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
તલ, બાજરાના પાકનો સફાયોઃ ખેતરોમાં કાપણી કરેલી ડુંગળીઓની ગુણીઓ પર પાણી પડતાં બગડી જવાની વકી
જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સતત બીજા દિવસે પોધમાર વરસાદ શરૂ થયો છે. પોષમાર વરસાદ પડવાને કારણે ખેડૂતના ખેતરમાં કાપણી કરેલી ડુંગળી ભરેલી ગણીઓ ઉપર વરસાદ પડતા ડુંગળી ઊગી નીકળવાની સંભાવના છે. ડુંગળીમાં મોટી નુકસાની થઈ છે. વરસાદ પડવાના કારણે તથા પવન ફૂંકાતા કેરીઓ આંબા ઉપરથી ખરી પડી છે. ધારી સહિતના વિસ્તારમાં ચાલુ સિઝનમાં આંબામાં ફ્લાવરિંગ સારું આવ્યું હતું. પરંતુ શરૂઆતમાં ફ્લાવરિંગ ખરી પડયું હતું. જેથી મોટી નુકસાની થઈ હતી. ત્યારબાદ કમોસમી વરસાદ પડવાથી આંબા ઉપર રહેલી કેરી ખરી પડી છે. તેમજ આંબા ઉપર રહેલી કેરીમાં હવે રોગ અને જીવાત આવશે. જેથી કેરીમાં મોટી નુકસાની થશે. કોસમી વરસાદ પડતા ૫૦ ટકા જેટલો માલ રહ્યો હતો.તે આંબા ઉપર તે ખરી પડયો છે. ખેડૂતોને ચાલુ સિઝનમાં રડવાનો વારો આવ્યો છે.