પાદરા-જંબુસર ફોર લેન રોડની કામગીરીમાં વડુ નજીક ભારે હોબાળો

18 દિવસ પહેલા

Top News

ખેડૂતોને નોટિસ કે વળતર પણ આપ્યું નથી : બળજબરીથી કામગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ

પાદરામાં છેલ્લા કેટલાક સમયથી ફોર લેન રોડની કામગીરી ચાલી રહી છે. પાદરાના વડુ ગામ નજીક રોડ પરના ખેડૂતોને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના કે જમીન સંપાદન કર્યા વિના કે વળતર આપ્યા વગર કામગીરી કરવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો.

ખેડૂતોએ ભારે હોબાળો મચાવતા પાદરા મામલતદાર, અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે પોલીસને સાથે રાખી બળજબરી પૂર્વક કામગીરી કરવામાં આવે છે. ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓની જમીનનું કોઈપણ છે કે, પાદરી પણાના અનાવતિ ગોરી ભાભતે પાંચ માસ પહેલા કિસાન સંઘે આવેદન પત્ર આપેલું છે. ખેડૂતોની જમીન ૨૪. ૪ મીટર રોડમાં ગઈ તેનું વળતર આપેલું નથી અને જમીન પણ સંપાદન થયેલી નથી.

જે બાબતે અવારનવાર જે તે વિભાગના અધિકારીઓ અને મામલતદારને રજૂઆત કરેલી છે. વળતર ભાબતે ખેડૂતોના હિતમાં સરકારે કોઈ નિર્ણય નથી લીધો. અધિકારીઓ પણ જવાબ નથી આપતા, વડુથી એ ખેડૂતો હાઈકોર્ટમાં કેસ લડે છે, અને ખેડૂતોને વળતર અપાય તેવી માગ કરી રહ્યા છે. અન્ય એક આગેવાને જણાવ્યું હતું. કે, પાદરા-જંબુસર રોડની કામગીરી મુદ્દે લઈ ખેડૂતો કોર્ટમાં ગવેલા છે. સ્થળ નિરીક્ષણ કરી ખેડૂતોની જે માંગણીઓ છે તેનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે. વડુના એક ખેડૂતે આ કે, સંપાદન થયા વગર પોલીસને સાથે રાખીને બળજબરી પૂર્વક ખેડૂતોની જમીનનો કબજો માંગે છે. સંપાદન થયું હોય તો તેનું વળતર તો ચૂકવો

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates