ગોંડલ યાર્ડમાં ડુંગળી, મગફળીની અઢળક આવક, ઓછા ભાવ મળવાની ફરિયાદ

20-11-2024

Top News

સરકાર ડુંગળી નિકાસ બાબતે સહાય કરે તેવી ખેડૂતોની માગણી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળીની હોબેશ આવક વધી રહી છે જેના કારણે પાર્ડની બહાર બંને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. એક તરફ યાર્ડમાં આવક તો સારી એવી થઈ રહી છે અને બીજી તરફ મોટાભાગના ખેડૂતોને પોષાય એવુ ભાવ મળતા નથી 1 જેથી ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે.એમાં ય ખેડૂતો ડૂંગળીના વેચાયા કરી જે નાણા ઉપજે છે એમાં રાતાં પાણીએ રડી રહ્યા છે.જયારે મગફળીમાં ટેકાના સરકારી ભાવ કરતા નીચા ભાવે મગફળી પડાવી લેવાતી હોવાની લાગણી ખેડૂતો અનુભવે છે.

કમોસમી વરસાદને લીધે ડુંગળીનાં વાવેતર પાછળ ખર્ચ વધુ છે પરંતુ પુરતા ભાવ નહીં મળતા ખેડૂતોની કફોડી સ્થિતિ, વેપારીઓના મતે ડુંગળીની ક્વોલીટી નબળી

બે દિવસ પહેલા ગોંડલ માર્કેટિંગ ચાર્ટમાં ડુંગળીના અંદાજે ૧.૨૦ લાખ કફાની આવક થઈ હતી અને મગફળીની ૮૦ હજાર ગુણી આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી શરૂ થયેલી હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૨૦૦ થી ૯૦૦ સુધીના ભાવ બોલાયા હતા. આ સાથે મગફળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૮૦૦ થી ૧૨૦૦ સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો.

ગોંડલ માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો સારા ભાવની આશા એ આવતા હોય છે, પરંતુ હાલ મોટાભાગનાં ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે. લોપિકાથી આવેલા અશોકભાઈ કોટડીયાએ જણાવ્યું કે, અમારે ડુંગળીનું ૫ વિષાનું વાવેતર હતુ જેની પાછળ ઓછામા ઓછો લાખથી દોઢ લાખનો ખચી થયો હતો અને હવે મેળવેલ ઉત્પાદનનો ભાવ ફક્ત અહી સૌ થી ત્રણ સૌ બોલાય છે તો એ પોષાય તેમ નથી સરેરાશ ₹૦૦ થી 900 ભાવ મળે તો જ પોષાય એમ છે. આવી જ રીતે લોપિકાથી આવેલ અન્ય ખેડૂતે જણાવ્યું કે તેમણે પણ પ વીધામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું વરસાદના કારણે વધારે ખર્ચો થયો હતો. લાખથી દોઢ લાખનો ખચી કવી બાદ આજે એડુંગળીના ભાવ ફક્ત ૨૯૧ રૂપિયા મળતા એ પોષાય એમ નથી સરેરાશ૮૦૦ રૂપિયા ભાવ હોય તો પોષાય એક તરફ વરસાદના કારણે ૫૦ ટકા ઉત્પાદન નિષ્ફળ ગયુ છે ત્યારે સરકાર હવે ડુંગળીમાં સહાય કરે અથવા બહાર નિકાસ કરે તો સારા ભાવ મળે.

બીજી તરફ માર્કેટ યાર્ડમાં વેપારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ડુંગળીની ક્વોલિટી નબળી છે એટલે ભાવ સારા નથી મળી રહ્યા. યાર્ડમાં આવેલા વેપારી પિયુષભાઈ બાબરીયા એ જણાવ્યું કે, ગતવર્ષ કરતા ડુંગળીની આવક અત્યારે વધારે છે જો કે ગત વર્ષે ડુંગળીના ભાવ ૮૦૦ થી ૯૦૦ સુધીના ભાવ હતા પરંતુ આ વખતે ક્વોલિટી નબળી હોવાથી ૨૦૦ થી ૭૫૦ સુધીના ભાવ છે. વરસાદના કારણે ખેડૂતોની ૭૦ ટકા ડુંગળી બગડી ગઈ છે 30 ટકા જ સારી રહી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates