નીમાસ્ત્ર, બ્રહમાસ્ત્ર, અગ્નિાસ્ત્ર અને સૂંઠાસ્ત્ર બનાવવાની રીત, વાંચો વિગતે

17-10-2024

Top News

ખેતીમાં રોગ નિયંત્રણ માટેની દવાઓ

  • નીમાસ્ત્ર બનાવવાની પધ્ધતિ
  • ૨૦૦ લીટર પાણી + ૧૦ લીટર ગૌમુત્ર + ૨ કીગ્રા છાણ + ૧૦ કીગ્રા કડવો લીમડો.

આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાયામાં રાખવું. સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો.

છંટકાવઃ પ્રતિ એકર ૨૦૦ લીટર ફક્ત નીમારત્ર, પાણી ભેળવવાનું નથી.

* સંગ્રહણ ક્ષમતા ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય.

* નિયંત્રણ: ચુસીયા જીવાતો, સફેદ માખી, નાની ઈથળ

  • બ્રહમાસ્ત્ર બનાવવાની પધ્ધતિ

૨૦ વીટર ગૌમુત્ર + 2 કીગ્રા કડવા લીમડાના પાનની ચટણી + ૨ કીગ્રા કરંજના પાનની ચટણી + ૨ કીગ્રા સીતાફળના પાનની ચટણી + ૨ કીગ્રા એરંડાના પાનની ચટણી + ૨ કીગ્રા ધતુરાના પાનની ચટણી + -આ મિશ્રણને ઢાંઠી ધીમા તાપે એક ઉભરો (ઉકાણો) આવે ત્યા સુધી ગરમ કરવું પછી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ર દિવસ સુધી સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે વડીયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.

+ છંટકાવઃ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર બ્રહમાસ્ત્ર

* સંગ્રહણ ક્ષમતા : મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય

નિયંત્રણ : મોટી ઈયળ, ચુસીયા જીવાતો

  • અગ્નિાસ્ત્ર બનાવવાની પધ્ધતિ
  • ૨૦ લીટર ગૌમુત્ર +

૨૫૦ ગ્રામ દેશી લસલની ચટણી + ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર +

૨ કીગ્રા કડવા લીમડાનાં પાનની ચટણી + ૫૦૦ ગ્રામ તીખી મરચીની ચટણી + આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો (ઉફાણો) આવે ત્યાં સુધી ગરમ કરી પછી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ, ૧-૧ મિનિટ માટે વડીવાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.

* છંટકાવ પ્રતિ એકર ૨૦૦ લીટરaપાણી + ૬ થી ૮ લીટર અગ્નિાસ્ત્ર

* સંગ્રહણ ક્ષમતાઃ ૩ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય

નિયંત્રણઃ બધા જ પ્રકારની જીવાતો માટે, પ્રકાંડને કોરનાર ઈપળ, ફળોમાં થતી ઈયળ, કળીઓમાં રહેલી ઈવળ, કપાસના કાચા જીડવામાં થતી ઈચળ અને અન્ય તમામ નાની મોટી ઈથળોને કાબુમાં રાખે છે.

  • સૂંઠાસ્ત્ર બનાવવાની રીત
  • 2 લીટર પાણી + ૨૦૦ ગ્રામ સુંઠનો પાવડર

આ મિશ્રણ સંપૂર્ણ મિશ્ર થાય ત્યાં સુધી ધીમે ધીમે હલાવવું પછી તેને ઢાંકણ રાખીને અડધું પાણી રહે ત્યાં સુધી ગરમ કરવું. બીજુ વાસણ લઈ તેમા 2 લીટર દૂધ ઢાંકીને ધીમા તાપ ઉપર એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું. દૂધ ઉપરની મલાઈ ચમચા વડે કાઢી લેવી. ત્યારબાદ ૨૦૦ લીટર પાણી લઈ તેમાં મલાઈ વગરનું ઉકાળેલું દૂધ મિશ્ર કરવું અને સૂંઠનો અંર્ક ઉમેરવો પછી લાકડી વડે હલાવવું. કપડાથી ગાળીને છંટકાવ કરવો.

સંગ્રહણ ક્ષમતા: ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates