ફાર્મર રજીસ્ટ્રી કેવી રીતે કરવું? 2000ના હપ્તા માટે ફરજીયાત, સંપુર્ણ જાણકારી જુઓ
25 દિવસ પહેલા
પીએમ કિસાન યોજના માટે ફરજિયાત
જો તમે પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયા નો હપ્તો મેળવવા માંગતા હો, તો તમારે ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) ફરજિયાત કરાવવી પડશે. આ આઈડી પાછળનું મુખ્ય લક્ષ્ય ખેડૂતોને સરળતાથી ઓળખવાનું અને તેમને સરકારી સેવાઓ સરળતાથી પહોંચાડવાનું છે. આ આર્ટીકલમાં ખેડૂત આઈડીના મુખ્ય ફાયદા, જરૂરી દસ્તાવેજો અને ખેડૂત રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? Step By Step ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ તે જાણીશું!
farmer registry ના મુખ્ય ફાયદા
- સરકારી યોજનાઓનો લાભ: ખેડૂત આઈડી હોવાથી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જેવી અનેક સરકારી યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે છે.
- કિસાન ક્રેડિટ કાર્ડ: ખેડૂત આઈડી દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ બને છે, જે ખેડૂતોને કૃષિ કામકાજ માટે સરળતાથી લોન મેળવવામાં મદદ કરે છે.
- ફસલ વીમા: ફસલ વીમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂત આઈડી જરૂરી છે.
- બજાર સુવિધાઓ: ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ધરાવતા ખેડૂતોને ઈ-નામ જેવી ઓનલાઈન માર્કેટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે.
- સરકારી સેવાઓ: ખેડૂત આઈડી દ્વારા ખેડૂતો સરકારી સેવાઓ જેવી કે જમીન નોંધણી, પાણીની સિંચાઈ વગેરે માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
- ડેટાનું સંગ્રહ: ખેડૂત આઈડી દ્વારા ખેડૂતોનો ડેટા સંગ્રહ કરવામાં આવે છે, જેનાથી સરકારને ખેતીની સ્થિતિ અને ખેડૂતોની જરૂરિયાતોને સમજવામાં મદદ મળે છે.
farmer registry gujarat માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જમીનના દસ્તાવેજો (7/12 અને 8-અ)
- મોબાઈલ નંબર
- બેંક ખાતુંની વિગતો
farmer registry કેવી રીતે કરવું?
- પ્રથમ પગલું
- તમારા મોબાઇલ અથવા લેપટોપ/પીસી પર ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો.
- સર્ચ બોક્સમાં “farmer registry gujarat” લખો.
- gjfr.agrystack.gov.in વેબસાઈટ પર ક્લિક કરો, જે એગ્રીસેટેક પોર્ટલ ખોલશે.
- એકાઉન્ટ ક્રિએટ કરવું
- પોર્ટલ ખોલ્યા પછી, “ફાર્મર” વિકલ્પ પસંદ કરો અને “Create New User Account” પર ક્લિક કરો.
- અહીં તમારા આધાર કાર્ડનો નંબર દાખલ કરો અને ડિક્લેરેશન વાંચી “Submit” બટન પર ક્લિક કરો.
- આધાર ઓટીમેટિક ડેટા એન્ટ્રી
- આધાર વેરિફિકેશન માટે OTP મોકલવામાં આવશે. OTP દાખલ કરીને વેરીફાય પર ક્લિક કરો.
- આધાર કાર્ડની માહિતી પોર્ટલ પર ઓટોમેટિક આવી જશે, જેમ કે તમારું નામ, જન્મતારીખ, સરનામું, વગેરે.
- મોબાઈલ નંબર વેરીફીકેશન
- તમારો મોબાઈલ નંબર દાખલ કરીને OTP મળવાનો છે. આ OTP દાખલ કરો અને વેરીફાય કરો.
- પાસવર્ડ સેટ કરવો
- એક સિક્યોર પાસવર્ડ પસંદ કરો. (8 અંકો સાથે, જેમાં કેપિટલ લેટર, સ્મોલ લેટર અને સ્પેશિયલ કૅરેક્ટર હોવા જોઈએ).
- લોગિન કરવું
- એકાઉન્ટ બનાવ્યા પછી, લોગિન માટે તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- CAPTCHA કોડ દાખલ કરીને લોગિન કરો.
- ફાર્મરનું પર્સનલ ડેટા ભરવું
- તમારું નામ, જેન્ડર, પિતા/પતિનું નામ, ઇમેલ, પાન કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અને બેંક ડિટેલ્સ દાખલ કરો.
- જો તમે વિકલાંગ ખેડૂત છો, તો તે માહિતી પણ આપવી પડશે.
- જમીનનો વિગત ભરવો
- તમારી જમીનનો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર દાખલ કરો.
- “Fetch Land Details” પર ક્લિક કરીને ખાતેદારનું નામ અને અન્ય વિગત આપો.
- રેશન કાર્ડ અને એપ્રુવલ
- રેશન કાર્ડ નંબર, મેમ્બર આઈડી, અને એગ્રીકલ્ચર/રેવન્યુ વિભાગ પસંદ કરો.
- ડિકલેરેશનને એક્સેપ્ટ કરો અને “Save” પર ક્લિક કરો.
- ઈ-સાઇન માટે ઓટીપી
- અંતે, તમારા આધાર કાર્ડના નંબર સાથે ઓટીમેટિક OTP આપીને “Final Submit” પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન પૂર્ણ
- તમારી નોંધણી સફળ થશે અને તમને એક ID નંબર આપશે, જે તમારે સાચવી રાખવાનું રહેશે.
આ રીતે, તમે પોતે જ farmer registry gujarat કરી શકો છો, અથવા તમારા નિકટમ ગ્રામ પંચાયતના V.C. ઓપરેટર પાસે જઈને પણ રજીસ્ટ્રી કરાવી શકો છો.