બાગાયતી ખેતી: ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ અમલમાં મુકાયો

29 દિવસ પહેલા

Top News

ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં “ક્રોપ કવરનાં ઉપયોગ થી ફળપાકો અને શાકભાજી પાકોથી રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ" નવી બાબત તરીકે મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, કમલમ (ડ્રેગન ફ્રુટ), સીતાફળ) ઘટક માટે તેમજ ચાલુ બાબતનાં દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડનાં નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેનાં નુરમાં સહાય તથા નિકાસકારોનાં બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય ઘટક માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ ઘટકોમાં લાભ લેવા માંગતા જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ પર તા. ૨૦/૧૨/૨૦૨૪ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન અરજી કર્યા બાદ કરેલ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો (અરજીમા બતાવ્યા મુજબ) સામેલ રાખી ૭ દિવસની અંદર નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષબ્રિજ  પાસે, જામનગર ફોન નં. (0288)2571565) તાત્કાલીક રૂબરૂ અથવા ટપાલથી પહોચતી કરવા નાયબ બાગાયત નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates